મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે

 આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે ચાણક્ય કોલેજે ‘આત્મ નિર્ભર’ બનવા માટે કરી નવતર પહેલ વૈશ્વિક મહામારી કોરોનાને લઇને જાહેર કરાયેલા લોક ડાઉનને કારણે અનેક ક્ષેત્રે પડેલા આર્થિક ફટકામાંથી દેશને ઉભો કરવા વડા પ્રધાન મોદીએ આત્મ નિર્ભર યોજના અમલમાં મૂકી છે. આ પ્રયાસથી પ્રેરાઇને ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા પણ ચાલુ સાલે પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી કોઇપણ પ્રકારની ફી ન લેવાની નવતર પહેલ કરી છે. ચાર વર્ષનો અભ્યાસ અને 6 માસની તાલીમ સંપન્ન કર્યા બાદ આ કોલેજમાંથી ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવનારે સ્વકમાઇમાંથી ફી ભરવાની રહેશે. પ્રેરક પહેલની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં તક્ષશિલા એજ્યૂકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડીરેક્ટર પંકજ મહેતાએ જણાવ્યું હતું કે, લોક ડાઉન બાદ ફિઝિયોથેરાપી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક અનેક મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાતે આવ્યા હતા પણ આવા છાત્રોને ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યા નડતી હોય તેવું ટ્રસ્ટી મંડળને જણાયું હતું. તો નર્સિંગના અભ્યાસક્રમમાં ઓછી ફી હોવાના કારણે કેટલાકે નાછૂટકે એડમિશન લીધુ

જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

 જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું બંને મિત્રો સાથે જ કડીયા કામ કરતા હતા ત્યારે ભાભી સાથે આંખ મળી ગઇ નગરપાલિકા પાસે ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી દેવાતા યુવકનું મોત આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થયો માંડવીના ગોકુલાવસમાં રહેતા યુવકના પરિણિતા સાથે આડા સબંધ હોવાથી તેના જ મિત્રએ નગરપાલિકાના પાણીના ટાંકા પાસે છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. બનાવ સ્થળે પોલીસ કાફલો ધસી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમજ આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થઇ ગયો હોવાથી તેની અટક કરી આગળની તજવીજ હાથ ધરીહતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, વીનોદ પુનશીભાઇ થારૂ (મહેશ્વરી) (ઉ.વ. 22) રહે. ગોકુલવાસ, માંડવી વાળાની હત્યા તેના જ મિત્ર પરબત કરમશી દનીચાએ ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. માંડવીમાં નગરપાણીના પાણીના ટાંકા પાસે રાત્રે બનેલા આ બનાવથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક અને આરોપી બંને સાથે કડીયા કામ કરતા હતા તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. મૃતકના આરોપીની ભાભી સાથે આડા સબંધ હોવાથી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. પો

મહાપાપ:નશામાં પિતાએ 8, 5 અને 3 વર્ષના બાળકોને નહેરમાં ફેંક્યા, ઘર આવીને પોતે જ આ વાતની જાણ કરી.

 મહાપાપ:નશામાં પિતાએ 8, 5 અને 3 વર્ષના બાળકોને નહેરમાં ફેંક્યા, ઘર આવીને પોતે જ આ વાતની જાણ કરી. કરનાલના કુંજપુરા ક્ષેત્રમાં સોમવારે રાતે 9.15 વાગ્યે એક જબરજસ્ત ઘટના બની હતી. ગામ નલ્લીપારના રહેનાર એક નિર્દયી પિતાએ ઘરેલું કંકાશ પછી પોતાના જ ત્રણ માસૂમ બાળકોને કલવેહરી અને સુબરી ગામની પાસે આવર્ધન નહેરમાં ફેંકી દીધા. બાળકો જોર-જોરથી રડતા રહ્યાં, જોકે આરોપીને દયા ન આવી. ત્યાં હાજર લોકોએ પણ રોકવાની કોશિશ કરી. જોકે તે ન માન્યો અને બાળકોને ફેંકીને ફરાર થઈ ગયો. બાદમાં ઘરે આવીને જણાવ્યું કે બાળકોને નહેરમાં ફેંકીને આવ્યો છું. આ અંગે માહિતી મળ્યા પછી પોલીસે બાળકોની શોધખોળ હાથધરી. અંધારું થયા પછી મંગળવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. રડવાનો અવાજ સાંભળ્યા પછી લોકો ઘટના સ્થળે પહોંચ્યા, ત્યાં સુધીમાં ફેંકીને ભાગી ગયો નિલ્લાપારનો રહેવાસી સુશીલ શેરડીની લારી કાઢે છે. તેને નશો કરવાની ટેવ છે. તેના કારણે ઘરમાં થોડા-થોડા દિવસોએ ઝધડો થતો રહે છે. સોમવારે સાંજે પણ આ વાતને લઈને તેનો પત્ની સાથે ઝધડો થઈ ગયો. આ કારણે ગુસ્સે ભરાયેલા સુશીલે 8 વર્ષની પુત્રી મીના, 5 વર્ષના પુત્ર દેવ અને 3 વર્ષના પુત્ર જાનીને જબર

ખાતમુહૂર્ત:દેવપુર(ગઢ)માં વિશલ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત: બાલમંદિર અને વાંચનાલય સંચાલનનું હસ્તાંતર કરાયું

 ખાતમુહૂર્ત:દેવપુર(ગઢ)માં વિશલ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત: બાલમંદિર અને વાંચનાલય સંચાલનનું હસ્તાંતર કરાયું કચ્છ દેવપુર વિશલ માતાજી ગાલા ભાવિક મંડળના નેજા હેઠળ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. ગાલા પરિવાર દ્વારા નૂતન મંદિરનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે દેવપુર નવોદિત મિત્ર મંડળ સંચાલિત બાલમંદિર અને વાંચનાલયના સંચાલનની જવાબદારી કચ્છ દેવપુર ગાલા ભાવિક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટને સોંપાઈ હતી.ટ્રસ્ટના મોભી ધનસુખલાલ જેવતલાલ ગાલાએ પ્રાસંગિક ઉદબોધનમાં માતાજીના ઇતિહાસ પર આછેરી ઝલક આપી હતી. દાતા મંજુલાબેન મુલચંદ નાનજી ગાલા હસ્તે વિશાલ ગાલા (અમદાવાદ)ના સંપૂર્ણ સહયોગથી નવા મંદિરનું નિર્માણ કરાશે. કાર્યક્રમના પ્રારંભે ભગવાન ગોડીજી પાર્શ્વનાથ દેરાસરથી જૈન મહાજન વાડી સુધી સામૈયું નીકળ્યું હતું. હંસાવલીજી મ.સા. ચંદ્રશીલાજી મ.સા.એ માંગલિક સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ચાતુમાસાર્થેએ બિરાજમાન સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે દાતા પરિવાર વતી અવનીબેન અને પારુલબેનના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે લક્ષ્મીચંદ રામજી ગાલા, લક્ષ્મીચંદ જીવરાજ ગાલા, મણિલાલ રવજી ગાલા, તેજશી શામજ

કોરોના 2.0:કચ્છમાં કોરોનાની બીજી લહેર? : એક ઝાટકે 30 પોઝિટિવ.

 કોરોના 2.0:કચ્છમાં કોરોનાની બીજી લહેર? : એક ઝાટકે 30 પોઝિટિવ. 36 દિવસ પહેલાં 15 ઓક્ટોબરે 31 પોઝિટિવ આવ્યા હતા ઉત્સવ ઉજવવાના ઉમંગમાં સાવચેતી ભુલાતાં કેસ વધ્યા ચાલુ માસના આરંભે કચ્છમાં કોરોનાના દર્દીઓ નોંધપાત્ર રીતે ઘટી રહ્યા હતા તેવામાં દિવાળીના તહેવારો આવતાં ઉજવણીના ઉમંગમાં સામાજિક અંતર અને મોઢે માસ્ક પહેરવા સહિતની સાવચેતી ભુલાઇ હોય તેમ શનિવારે એક ઝાટકે 30 લોકો કોવિડથી સંક્રમિત થયા હતા. ઓછા કેસ વખતે પણ અગ્ર રહેલા ભુજ અને તાલુકાના મળીને 17 દર્દી ચેપી વાયરસની ચપેટમાં આવ્યા હતા. અગાઉ 15 ઓક્ટોબરે 31 પોઝિટિવ કેસ નોંધાયા બાદ તેમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો હતો અને છેલ્લે દિવાળી પૂર્વે તો એક આંકમાં દર્દીઓ નોંધાતા હતા પણ દીપોત્સવ સંપન્ન થતાં જ કોરોનાએ ફુંફાડો માર્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. શનિવારે કચ્છના શહેરોમાં 18 અને ગ્રામ્ય વિસ્તારોના 12 મળીને 30 લોકોના આરટી પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતાં બીજી લહેર શરૂ થાય તેવા એંધાણ મળ્યાં હતાં. વિવિધ સ્થળોએ રેપિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે તેના આંકડા જોડીએ તો કચ્છમાં ચિંતાજનક રીતે હવાથી ફેલાતો રોગ વકર્યો હોવાનું ચિત્ર સપાટીએ આવે

કચ્છમાં આજે કોરોનાના વધુ 20 કેસઃ જિલ્લામાં માસ ટેસ્ટીંગ- ઘરોઘર સર્વેલન્સ શરૂ

 કચ્છમાં આજે કોરોનાના વધુ 20 કેસઃ જિલ્લામાં માસ ટેસ્ટીંગ- ઘરોઘર સર્વેલન્સ શરૂ તહેવારોની પૂર્ણાહૂતિ અને શિયાળાના પ્રારંભ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. કચ્છમાં પણ એક તબક્કે સિંગલ ડિજીટ પર આવી ગયેલાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આજે જિલ્લામાં વધુ 20 કેસ નોંધાયા છે. અંજાર શહેરમાં 5 અને તાલુકામાં 2 મળી 7 કેસ નોંધાયા છે. નખત્રાણા તાલુકામાં 5 કેસ જ્યારે ભુજ અને ગાંધીધામ શહેરમાં 3-3 કેસ નોંધાયાં છે. મુંદરા તાલુકામાં 2 કેસ નોંધાયાં છે. નવા 20 કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસનો આંકડો 3051 પર પહોંચ્યો છે. જેમાંથી 2736 લોકો સાજા થઈ ગયા છે અને હાલ 198 એક્ટિવ પોઝીટીવ કેસ છે. 71 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. કચ્છમાં માસ ટેસ્ટીંગ અને સર્વેલન્સ શરૂ કરાયું રાજ્યના અન્ય જિલ્લા-શહેરોમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કચ્છમાં પણ માસ ટેસ્ટીંગ અને હોટ સ્પોટ એરીયામાં સર્વેલન્સ વધારાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નરે દૈનિક અઢી હજાર ટેસ્ટ કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હોવાનું જણાવ્યું છે. જિલ્લામથક ભુજમાં આજે વિવિધ વિસ્તારોમાં ડૉર ટૂ ડૉર સર્વે કરાયો હતો અને લ

આતુરતાનો અંત!:ટૂંક સમયમાં ભારતમાં PUBGની વાપસી થશે, કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું

 આતુરતાનો અંત!:ટૂંક સમયમાં ભારતમાં PUBGની વાપસી થશે, કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું. TapTap સ્ટોર પર નવી PUBG ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થયું ટૂંક સમયમાં ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે ગયા અઠવાડિયે PUBG કોર્પોરેશને જાહેરાત કરી હતી કે PUBG મોબાઈલ ગેમ ટૂંક સમયમાં ભારતમાં વાપસી કરશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય(MEITY) દ્વારા ભારતમાં આ ગેમ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડેવલપર્સે ગેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ટીઝર પોસ્ટ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓલ ન્યૂ PUBG મોબાઈલ ભારતમાં આવી રહી છે, તમારા તમામ મિત્રો સાથે તેને શેર કરો!’ રજિસ્ટ્રેશન શરૂ થયું તેમજ એક નવા ડેવલપમેન્ટમા જણાવ્યા પ્રમાણે, ગેમ ટૂંક સમયમાં આવી શકે છે. ટોક એસ્પોર્ટ્સના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, નવી PUBG મોબાઈલ ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન ટેપટેપ (TapTap) સ્ટોર પર ઉપલબ્ધ છે. પ્રી-રજિસ્ટ્રેશન ios અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તમારે PUBG મોબાઈલ ઈન્ડિયા માટે રજિસ્ટ્રેશન કરવા માટે ટેપટેપ કમ્યુનિટીનાં સ

રોજગારીની નવી આશા:રાજ્ય સરકાર નવા વર્ષમાં 35 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરુ કરશે.

 રોજગારીની નવી આશા:રાજ્ય સરકાર નવા વર્ષમાં 35 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરુ કરશે. GPSC દ્વારા 1200થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરાશે કોરોના કાળમાં શરુ થયેલા નવા વર્ષમાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર 35 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં રોજગારીના લક્ષ્યાંકને પુરો કરવા માટે પગલાં લેવાની શરુઆત કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. GPSC દ્વારા આ વર્ષે 1200થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. તે ઉપરાંત અંદાજપત્રમાં પણ 35 હજારથી વધુ લોકોને રોજગારી આપવાની જોગવાઈઓ રાખવામાં આવી હતી.  ક્યાં કેટલી ભરતી કરાશે રાજ્ય સરકાર દ્વારા થનારી ભરતીઓમાં જોઈએ તો ખાસ કરીને પોલીસ વિભાગમાં 11 હજાર કરતાં વધુ જગ્યાઓને ભરવામાં આવશે, તે ઉપરાંત અન્ય જગ્યાઓમાં 6 હજારથી વધુ શિક્ષકો અને 2 હજાર જેટલા લોકોને ઉર્જા વિભાગમાં રોજગાર આપવામાં આવશે એમ સરકારી સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. GPSCમાં હાલ મંજૂર થયેલી 2,200 જેટલી જગ્યાઓ પર 160થી વધુ ભરતીઓ થઈ રહી છે. આ પૈકી તાજેતરમાં જાહેર થયેલી 1,200 કરતાં વધુ ભરતીઓ મ

CBSE સ્કોલરશિપ:CBSEએ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્ટુડન્ટ્સ પાસે વિવિધ સ્કોલરશિપ માટે અરજીઓ માગી, વિદ્યાર્થીઓ 10 ડિસેમ્બર સુધી અપ્લાય કરી શકશે

 CBSE સ્કોલરશિપ:CBSEએ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્ટુડન્ટ્સ પાસે વિવિધ સ્કોલરશિપ માટે અરજીઓ માગી, વિદ્યાર્થીઓ 10 ડિસેમ્બર સુધી અપ્લાય કરી શકશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ગર્લ સ્ટુડન્ટ્સ પાસે વિવિધ સ્કોલરશિપ માટે અરજી માગી છે. CBSE સ્કૂલ્સમાં 2020માં 10મું ધોરણ પાસે કરનારી ગર્લ સ્ટુડન્ટ્સ 12મા ધોરણના અભ્યાસ માટે CBSE મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં સ્કોલરશિપ માટે અપ્લાય કર્યું હતું તે પણ તેને રિન્યૂ કરાવી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર આ સ્કોલરશિપ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓએ 10 ડિસેમ્બર સુધીમાં તેમની અરજીઓ સબમિટ કરવાની રહેશે. આ સંદર્ભે જારી થયેલાં ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, વિદ્યાર્થીઓએ 28 ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં અરજી ફોર્મની હાર્ડ કોપી સબમિટ કરવાની રહેશે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, છેલ્લી તારીખ પછી મળેલી હાર્ડ કોપી સબમિટ કરવામાં આવશે નહીં. દર મહિને 500 રૂપિયા મળશે બોર્ડ દ્વારા આપવામાં આવતી આ સ્કોલરશિપનો હેતુ CBSEના 10મા ધોરણની પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલ પ્રતિ

માર્ગદર્શન:RTO ટેસ્ટ ટ્રેક પર લોખંડની ગ્રીલનો સદઉપયોગ: ટેસ્ટ કેવી રીતે આપવી તેના બેનરો લગાવાયા.

 માર્ગદર્શન:RTO ટેસ્ટ ટ્રેક પર લોખંડની ગ્રીલનો સદઉપયોગ: ટેસ્ટ કેવી રીતે આપવી તેના બેનરો લગાવાયા. લાયસન્સની પરીક્ષા માટે અરજદારો ગાડી ચલાવતી વેળાએ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ટેસ્ટ માટે સમય અને પદધતીનો માર્ગદર્શન પૂરો પાડતા હોર્ડિંગ્સ મુકાયા ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં આવેલા લાયસન્સના ટેસ્ટ ટ્રેકની ચોફેર લાગેલી લોખંડની ગ્રીલનો સદુપયોગ કરાયો હતો અને અરજદારોને ટેસ્ટ કેવી રીતે આપવી તે માટેનું માર્ગદર્શન પુરૂં પાડતા હોર્ડિંગ લગાવી દેવાયા છે, જેનાથી અરજદારોને પુરતુ માર્ગદર્શન મળી રહેશે.કોરોનાની મહામારીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું શીખવી દીધું છે ત્યારે ભુજની આરટીઓમાં આવેલા ટેસ્ટ ટ્રેક પર દરરોજ દોઢસોથી અઢીસો જેટલા અરજદારો લાયસન્સની ટેસ્ટ આપવા માટે આવે છે. કોરોના ફેલાતું અટકે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે દોરડા મૂકી દેવાયા છે, તો બીજી તરફ ટેસ્ટ ટ્રેકની ફરતે લાગેલી લોખંડની ગ્રીલનો સદુપયોગ કરીને હોર્ડિંગ લગાવી દેવાયા છે. આ હોર્ડિંગ્સ માં ટુ-વ્હીલર કે ફોર વ્હીલરની ટેસ્ટ કેવી રીતે આપવાની હોય અને કઈ પ્રોસેસમાં કેટલો સમય સિસ્ટમ તરફથી આપવામાં આવે છે તેની માહિ

પ્રમાણિકતા:દેવપુર (ગઢ)માં 10 વર્ષના બાળકે 10,000 પરત કરી પ્રમાણિકતા દર્શાવી.

  પ્રમાણિકતા:દેવપુર (ગઢ)માં 10 વર્ષના બાળકે 10,000 પરત કરી પ્રમાણિકતા દર્શાવી. માંડવીના દેવપુર (ગઢ)માં રસ્તા પરથી દસ વર્ષના બાળક વેદ શાંતિલાલ માંગલિયાને રૂ.10,000 મળી આવ્યા હતા. તેણે આ રૂપિયાની જાણ તેમની મમ્મી ભારતીબેન અને કાકી મંજુલાબેનને કરી હતી. તેમણે આ રકમ દેવપુરના ઉમિયાનગરના મણીલાલ કેસરા પટેલને નરસિં રોશિયા તથા ગઢશીશા ના સુરેશ વાસાણીની હાજરીમાં પરત કરી પ્રમાણિકતા દાખવી હતી. મૂળ માલિકે રકમ પ્રાપ્ત થતાં બાળક તથા તેના પરિવારનો આભાર માન્યો હતો.

ટેલિકોમ:BSNLએ નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો, અનલિમિટેડ ડેટાની સાથે 60Mbpsની હાઈ સ્પીડ મળશે

 ટેલિકોમ:BSNLએ નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો, અનલિમિટેડ ડેટાની સાથે 60Mbpsની હાઈ સ્પીડ મળશે કંપનીએ આ બ્રોડબેન્ડ પ્લાનનું નામ 'Fiber Basic Plus' રાખ્યું છે આ પ્લાનમાં તમને 60Mbps સ્પીડની સાથે 3300GB ડેટા મળશે BSNLએ 599 રૂપિયાની કિંમતનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ બ્રોડબેન્ડ પ્લાનનું નામ 'Fiber Basic Plus' રાખ્યું છે. BSNLના આ નવા પ્લાનમાં શું ખાસ છે. આ પ્લાન અંતર્ગત કંપની 60Mbpsની સ્પીડ આપશે અને ખાસ વાત એ છે કે, તેની સાથે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાન કંપની તમામ સર્કલ માટે લોન્ચ કરી રહી છે. તેમાં આ બેનિફિટ મળશે આ પ્લાનમાં તમને 60Mbpsની સ્પીડની સાથે 3300GB ડેટા મળશે. કંપની આ પ્લાનને અનલિમિટેડ ડેટા બેનિફિટવાળા પ્લાન તરીકે પ્રમોટ કરી રહી છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ પ્લાનમાં મળતી ઈન્ટરનેટની સ્પીટ ઓછી થઈને 2Mbps થઈ જાય છે. આ પ્લાનની સાથે યુઝર્સને સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક માટે 24 કલાક અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. BSNLના અન્ય પ્લાન 499 રૂપિયાનો પ્લાન BSNLએ થોડા દિવસો પહેલા 499 રૂપિયાની કિંમતનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. 1 મહિનાની વેલિડિટીવાળ

સાવધાન:ડ્રેગનની પૂંછડી છેક કચ્છની સરહદ સુધી આવી પહોંચી!, પાવર પ્લાન્ટ, ખાણ, માર્ગ તથા વિન્ડ ફાર્મનાં કામોના નામે ચીની કંપનીઓની સરહદ પાસે હાજરી!

 સાવધાન:ડ્રેગનની પૂંછડી છેક કચ્છની સરહદ સુધી આવી પહોંચી!, પાવર પ્લાન્ટ, ખાણ, માર્ગ તથા વિન્ડ ફાર્મનાં કામોના નામે ચીની કંપનીઓની સરહદ પાસે હાજરી! કચ્છની બોર્ડર સુધી જતા માર્ગો પર પાકિસ્તાન અને ચીનના ઝંડા સાથે લગાડી દેવામાં આવ્યા! એક સમયે પાકિસ્તાન કચ્છને અડીને આવેલી પોતાની સરહદ પર માળખાગત સુવિધાઓ અંગે બિલકુલ ધ્યાન આપતું ન હતું. પ્રોક્ષી વોરના નામે હથિયારો, દાણચોરી અને ઘૂસણખોરી માટે પણ કચ્છની સરહદનો ઉપયોગ પાકિસ્તાને સમયાંતરે કર્યો છે. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી પાકિસ્તાનના સિંઘમાં કચ્છને અડીને આવેલા વિસ્તારોમાં લશ્કરી અને માળખાગત સુવિધાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાં પણ મુખ્ય કારણ ચીન છે ! છેક ચીનથી શરૂ થતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની પૂછડી છેક કચ્છને અડીને આવેલા વિસ્તારો સુધી પૂર્ણ થાય છે. આ મહત્ત્વપૂર્ણ કોરિડોરને લીધે સિંઘ અને બલુચિસ્તાનમાં અનેક કામો ચીનની કંપનીઓ કરી રહી છે. ખાસ કરીને કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી તો સરહદની લગોલગ જ ચીની કંપનીઓને જમીનો આપવામાં આવી રહી છે. ઇકોનોમિક કોરિડોરના ભાગ રૂપે કચ્છની સરહદ નજીક ખાણ, માર્ગો તથા પાવર પ્લાન્ટ સહિતનાં કામો ચીની કંપનીઓને આપવામાં આ

મુલાકાત:શાહે સરહદ સમીપે સીમાવર્તી ગામના સરપંચો સાથે કર્યો સંવાદ : ધોરડોમાં સીમા સુરક્ષા દળને બિરદાવ્યું.

 મુલાકાત:શાહે સરહદ સમીપે સીમાવર્તી ગામના સરપંચો સાથે કર્યો સંવાદ : ધોરડોમાં સીમા સુરક્ષા દળને બિરદાવ્યું. બુધવારે રાત્રે બીએસએફના ખાસ એરક્રાફ્ટમાં કચ્છ આવી પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભુજમાં રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે ગુરૂવારે ધોરડો પહોંચેલા ગૃહમંત્રીએ ત્રણ સરહદી જિલ્લાઓના સરપંચો સાથે સંવાદ કર્યો હતો. તેની સાથે દેશભરમાં અમલમાં મૂકાનારા વિકાસોત્સવનો પ્રથમવાર કચ્છથી પ્રારંભ કર્યો હતો. આ તકે તેમણે સરહદી ગામોના લોકોને સંત્રી તરીકે બિરદાવ્યા હતા. બીએસએફ, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલી પ્રદર્શની નિહાળીને કચ્છની અટપટી ક્રીકો વિશે માહિતી મેળવી હતી. અહીંથી માતાના મઢ પહોંચેલા શાહે આશાપુરાના ચરણોમાં શીશ ઝૂકાવીને વિશેષ પૂજાનો લાભ લીધો હતો.

લોન સસ્તી થઈ:બેંક ઓફ બરોડાએ તમામ અવધિના MCLR લોન દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો, નવા દર ગુરુવારથી લાગુ થશે.

 લોન સસ્તી થઈ:બેંક ઓફ બરોડાએ તમામ અવધિના MCLR લોન દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો, નવા દર ગુરુવારથી લાગુ થશે. 1 વર્ષના સમયગાળા માટેના MCLR તમામ કન્ઝ્યુમર માટે બેંચમાર્કનું કામ કરે છે આ કન્ઝ્યુર લોનમાં ઓટો, રિટેલ, અને હાઉસિંગ લોન આવે છે બેંક ઓફ બરોડાએ બુધવારે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી. આ ઘટાડો તમામ અવધિ (ટેન્યોર)ની લોનના MCLRમાં કરવામાં આવ્યો છે. સરકારી બેંકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે, MCLRમાં આ ઘટાડો ગુરુવારે 12 નવેમ્બર 2020થી લાગુ થશે. નવા ઘટાડા બાદ હવે એક વર્ષની લોન માટે MCLR 7.5 ટકા ઘટીને ક્રમશ 7.45 ટકા થઈ ગયો. એક વર્ષના સમયગાળા માટેના MCLR તમામ કન્ઝ્યુમર લોન માટે બેંચમાર્કનું કામ કરે છે. આ કન્ઝ્યુમર લોનમાં ઓટો, રિટેલ અને હાઉસિંગ લોન આવે છે. આ પણ વાંચોઃ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે પેન્શનર્સને ચિંતા કરવાની જરૂર નથી, આ લોકોએ સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર નથી બેંક ઓફ મહારાષ્ટ્રે ગ્રાહકોને દિવાળી ભેટ આપી, લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો​​​​​​​ બધા બેંક અકાઉન્ટને આધાર સાથે લિંક કરવા જરૂરી છે, ઓનલાઈન ચેક કરો તમારું અકાઉન્ટ

કચ્છ પ્રવાસ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં ધોરડો ખાતે ગુરુવારે 158 ગામના 1500 સરપંચો સાથે સંવાદ કરશે.

 કચ્છ પ્રવાસ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં ધોરડો ખાતે ગુરુવારે 158 ગામના 1500 સરપંચો સાથે સંવાદ કરશે. સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા કરાશે હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે રાજ્યમાં કચ્છના ધોરડો ખાતે ગુરુવારે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમમાં સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના 1500 સરપંચો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરીને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપશે.આ કાર્યક્રમમાં સરપંચો પણ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરશે. આ કાર્યક્રમમાં કુલ 158 ગામના સરપંચો અને આગેવાનો ભાગ લેશે. 158 ગામના 1500 સરપંચો કાર્યક્રમમાં ભાગ લેશે સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ ૨૦૨૦ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો, આગેવાનો સહભાગી થશે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્

સરહદી વિકાસ કાર્યક્રમ:લખપત, ભુજ, ભચાઉ, રાપર તાલુકાના 106 ગામો લાભાન્વિત. જિલ્લાના 106 ગામોમાં સરહદી વિકાસ કાર્યક્રમ

 સરહદી વિકાસ કાર્યક્રમ:લખપત, ભુજ, ભચાઉ, રાપર તાલુકાના 106 ગામો લાભાન્વિત. જિલ્લાના 106 ગામોમાં સરહદી વિકાસ કાર્યક્રમ કચ્છના ધોરડો અને ધોળાવીરા સરહદી વિકાસના મોડેલ સરકારના સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સરહદી તાલુકાઓના ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ સરહદ વિસ્તારમાં રહેતા લોકોમાં સલામતીની ભાવના ઉભી કરાઇ રહી છે, જેનો લાભ કચ્છના રાપર, ભચાઉ, ભુજ, લખપત તાલુકાને મળ્યો છે. રાજયના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા પૈકી 7 તાલુકાના 158 ગામો આ કાર્યક્રમ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. કચ્છના લખપત, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના સરહદી 106 ગામો આ કાર્યક્રમથી લાભાન્વિત છે. જે પૈકી લખપત તાલુકાના 49, ભુજના 33, ભચાઉના 11 અને રાપર તાલુકાના 13 ગામોમાં વિવિધ 8 કામો કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા કામોના નિર્ધારિત કામો મુજબના સરકારી ધારાધોરણ મુજબ રૂપિયા પાંચ લાખ સુધીના કામો તાલુકા વિકાસ અધિકારી અથવા સબંધિત કચેરી મંજૂર કરે અને જો રૂ.પાંચ લાખથી વધુ રકમના કામો હોય તો માર્ગ અને મકાન રાજય અથવા પંચાયત વિભાગ અથવા તો સબંધિત કચેરી દ્વારા મંજુર કરવામાં આવે છે. સરકારની નવી

શિયાળામાં શ્રેષ્ઠ આયુર્વેદ:ઠંડીમાં શરદી-ઉધરસથી બચવા માટે જેઠીમધ, સૂંઠ અને તજની ચા જરૂરથી પીઓ; આ 6 હર્બલ પ્રોડક્ટ્સ ફિટ રાખશે .

 શિયાળામાં શ્રેષ્ઠ આયુર્વેદ:ઠંડીમાં શરદી-ઉધરસથી બચવા માટે જેઠીમધ, સૂંઠ અને તજની ચા જરૂરથી પીઓ; આ 6 હર્બલ પ્રોડક્ટ્સ ફિટ રાખશે . શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં મોસમી બીમારીઓનું જોખમ પણ વધી ગયું છે. તેથી આપણે સિઝનની દૃષ્ટિએ આપણા ડેલી રૂટિનમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તમે આયુર્વેદની મદદ લઈને સ્વસ્થ રહી શકો છો. આયુર્વેદમાં 'ઋતુચર્યા' વિશે જણાવવામાં આવ્યું છે. 'ઋતુ'નો અર્થ છે 'મોસમ' અને 'ચર્યા' એટલે કે જીવનશૈલી અને આહાર સંબંધી નિયમ'. આર્યુવેદમાં 6 ઋતુઓ માટે વિવિધ ચર્યા વર્ણવવામાં આવી છે. ઠંડીમાં આપણે તેનું પાલન કરીને આપણે ઘણા રોગોથી પોતાને બચાવી શકીએ છીએ. હર્બલ પ્રોડક્ટ કેટલી અસરકારક છે? ડાયેટિશિયન અને ફૂ઼ડ એક્સપર્ટ ડૉક્ટર નિધિ જણાવે છે કે, ઠંડીમાં હર્બલ પ્રોડક્ટ ઘણી અસરકારક છે, પરંતુ તેને હંમેશાં માર્ગદર્શન મુબજ લેવી જોઈએ. કેમ કે, ઘણી વખત તમે ઘરે બેઠા તેનો ઉપયોગ વધારે કરો છો જે સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે. હર્બલ પ્રોડક્ટ ત્યારે લેવી, જ્યારે ડેલી વર્કઆઉટ, એક્સર્સાઈઝ અથવા યોગ કરી રહ્યા હોવ. ઠંડીમાં જેઠીમધ, સૂંઠ, અથવા તજવાળી ચા જરૂરથી પીવી જોઈએ. તેન

કરિયર ગાઈડન્સ:કંઈક નવું અને અલગ વિચારનાર યુવાાનો માટે રોમાંચક કરિયર ઓપ્શન છે ઈ-સ્પોર્ટ્સ, 2022 સુધી આ ફિલ્ડમાં 40 હજારથી વધારે જોબ ક્રિએટ થશે

 કરિયર ગાઈડન્સ:કંઈક નવું અને અલગ વિચારનાર યુવાાનો માટે રોમાંચક કરિયર ઓપ્શન છે ઈ-સ્પોર્ટ્સ, 2022 સુધી આ ફિલ્ડમાં 40 હજારથી વધારે જોબ ક્રિએટ થશે ભારતમાં 400 ઓનલાઈન ગેમિંગ સ્ટાર્ટ અપ સાથે 2 બિલિયન ડોલરનું ગેમિંગ માર્કેટ છે ગ્લોબલ ગેમિંગ માર્કેટ 100 બિલિયન ડોલરનું છે લોકડાઉન દરમિયાન મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ગેમિંગ સૌથી વધુ ઝડપે આગળ વધનાર સેગમેન્ટ રહ્યું છે. આ દરમિયાન તેનાં રેવેન્યૂમાં 45% ગ્રોથ જોવા મળ્યો છે. દેશમાં ઘણા ગેમિંગ પ્લેટફોર્મ પર યુઝર બેસ 3 ગણો અને મોબાઈલ ટ્રાફિકમાં 30%નો વધારો થયો છે. દેશમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીના ગ્રોથની વાત કરીએ તો 2014માં 0.3 બિલિયન ડોલરથી વધીને તે 2019માં 2 બિલિયન ડોલરે પહોંચ્યો છે. રેડસિઅર પ્રમાણે, 2024માં તે 9 બિલિયન ડોલર પાર પહોંચશે. દેશમાં ગેમિંગ પ્રારંભિક તબક્કામાં એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ઈ સ્પોર્ટ્સ ગેમિંગનું મહત્ત્વનું ક્ષેત્ર છે, તે દેશમાં હાલ પ્રારંભિક તબક્કામાં છે. આવનારા દિવસોમાં તેમાં ગ્રોથ જોવા મળશે. કારણ કે દેશમાં 50%થી વધારે જનસંખ્યા 25 વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે, જે ટાર્ગેટ ગ્રૂપ છે. આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ઈ સ્પોર્ટ્સ એક

લોન:દિવાળી પર આર્થિક મુશ્કેલીમાં ફસાયા હો તો પર્સનલ લોન લો, કઈ 10 બેંકો ઓછા વ્યાજ દર પર લોન આપી રહી છે જાણો.

 લોન:દિવાળી પર આર્થિક મુશ્કેલીમાં ફસાયા હો તો પર્સનલ લોન લો, કઈ 10 બેંકો ઓછા વ્યાજ દર પર લોન આપી રહી છે જાણો. યુનિયન બેંક 8.90%ના વ્યાજ દરે લોન આપી રહી છે પંજાબ નેશનલ બેંક 8.95% વ્યાજ પર લોન આપી રહી છે ઘણા લોકોને કોરોના સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મહિને દિવાળી પણ આવી રહી છે. તેથી, લોકોને વધુ પૈસાની જરૂર પડશે. જો તમને પણ પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો પર્સનલ લોન તમારી આર્થિક મુશ્કેલીને દૂર કરી શકે છે. અહીં તમને જાણવા મળશે કે અત્યારે વિવિધ બેંકોમાં પર્સનલ લોન માટેના વ્યાજ દર શું છે. પર્સનલ લોનના વ્યાજ દર બેંક વ્યાજ દર (%) યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 8.90-12.00 પંજાબ નેશનલ બેંક 8.95-11.80 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 9.60-13.85 બેંક ઓફ બરોડા 10.10-15.45 HDFC બેંક 10.75-21.30 કોટક બેંક 10.75 से शुरू ICICI બેંક 11.25-21.00 કેનેરા બેંક 11.25-13.90 બેંક ઓફ ઇન્ડિયા 11.35-12.35 Axis બેંક 12.00-24.00 નોંધઃ લોનના વ્યાજ દર તમારી આવક, અમાઉન્ટ અને રિ-પેમેન્ટ કેપેસિટી વગેરે બાબતો પર આધારિત હોય છે. કટેલું વ્યાજ આપવું પડશે? 9% વ્યાજ દર પર

અર્નબ દિવાળી જેલમાં જ કરશે:5 દિવસથી જેલમાં રહેલા અર્નબ ગોસ્વામીની જામીન અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી, હાઇકોર્ટે કહ્યું- નીચલી અદાલતમાં અપીલ કરો.

  અર્નબ દિવાળી જેલમાં જ કરશે:5 દિવસથી જેલમાં રહેલા અર્નબ ગોસ્વામીની જામીન અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી, હાઇકોર્ટે કહ્યું- નીચલી અદાલતમાં અપીલ કરો. મુંબઈ હાઈ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર- ઈન-ચીફ અર્નબ ગોસ્વામીએ દાખલ કરેલી જામીન અરજી સોમવારે ફગાવી દીધી હતી. 2018માં ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઈકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં અર્નબ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ પછી તુરંત તેમણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. મુંબઈ હાઈ કોર્ટમાં જસ્ટિસ એસ. એસ. શિંદે અને એમ.એસ. કર્ણિકની ખંડપીઠે સોમવારે અર્નબની જામીન અરજી ફગાવી દીધી હતી. અર્નબને આ સાથે નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી હતી. એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્નબની મુંબઈ પોલીસે નવેમ્બર 4ના રોજ ધરપકડ કરી હતી. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અંગે ગૃહમંત્રી સાથે વાત કરી મહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે અર્નબના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. એ જ સમયે તેમણે ગૃહમંત્રીને કહ્

પોલિટીકલ:આજે અબડાસા સીટનું ભરેલું નાળિયેર ફુટશે, ઇતિહાસ દોહરાશે કે નવો ઇતિહાસ રચાશે ?

પોલિટીકલ:આજે અબડાસા સીટનું ભરેલું નાળિયેર ફુટશે, ઇતિહાસ દોહરાશે કે નવો ઇતિહાસ રચાશે ? રોમાંચક પેટા ચૂંટણીનું પરિણામ બપોરે 3 વાગ્યા પહેલા આવી જવાની શક્યતા 371 ઇવીએમમાંથી શું ખુલશે તે જાણવા કચ્છભરમાં ઉત્તેજના ગુજરાતની નંબર 1 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીએ ન માત્ર કચ્છમાં પરંતુ સમગ્ર રાજ્યમાં ભારે કુતુહલ અને ઉત્તેજના જગાવી છે ત્યારે મંગળવારે જાહેર થનારા પરિણામમાં આ સીટના રોમાંચક ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નવો ઇતિહાસ રચાશે એ જાણવાની ઉત્કંઠા પરાકાષ્ઠાએ પહોંચી છે. સવારે 8 વાગ્યે પ્રથમ અડધો કલાક પોસ્ટલ બેલેટ ખુલ્યા પછી લખપત, અબડાસા અને નખત્રાણા એ ક્રમમાં 371 ઇવીએમ ખુલશે અને બપોરે 2થી 3 વાગ્યા સુધી ભર્યું નાળિયેર ફુટી જશે અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણીમાંથી કોણ ધારાસભ્ય બનશે એ નક્કી થઇ જશે, જો કે ત્રીજા પરિબળ તરીકે ઉપસી આવેલા શંકરસિંહ સમર્થિત હનીફ બાવા પડેયાર કેવું જોર બતાવશે એના પર પણ સાૈની મીટ મંડાયેલી છે. આ ચૂંટણી જંગમાં કુલ 10 ઉમેદવારોએ પોતાના કિસ્મત અજમાવ્યા છે. અને વૈવિધ્યસભર અબડાસા મત વિસ્તારના 2.35 લાખ મતદારો પૈકી 1.45 લાખ (61.82 ટકા) મતદારોએ પસંદગીનો કળશ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ* યોજના ના *૭ માં હપ્તા* ની તારીખ જાહેર

*💥🌀પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ* યોજના ના *૭ માં હપ્તા* ની તારીખ જાહેર ➖ *જુવો કઇ તારીખે તમારા ખાતા માં ૨૦૦૦ નો ૭ મો હપ્તો જમા થશે* *💢🔶પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના* ➥ નવી યાદી આવી ગઈ છે!  ➥ આ યાદીમાં તમારું નામ હશે તો  મળશે વાર્ષિક ૬૦૦૦/-  રૂપિયા ➥ રાજ્ય,જિલ્લા, તાલુક ગામ પસંદ કરતા આખી યાદી જોઈ શકશો.  👉 નવી યાદીમાં તમારુ નામ જુઓ મોબાઈલ દ્વારા નીચે લિંક આપેલ છે👇 ✍🏻http://mgbhatt.blogspot.com/2020/11/how-you-can-check-pm-kisan-scheme.html ━──────⊱❉✸❉⊰───────━ ◼️ *તમામ ખેડૂત મિત્રો સુધી મોકલવા ખાસ નમ્ર વિનંતી*

88x78=?:સુરતની ધો-8ની વિદ્યાર્થીનીએ આવા 100 ગુણાકાર 7 મિનિટમાં પુરા કર્યા, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું.

  88x78=?:સુરતની ધો-8ની વિદ્યાર્થીનીએ આવા 100 ગુણાકાર 7 મિનિટમાં પુરા કર્યા, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. સુરતની ધો-8ની વિદ્યાર્થીનીનેે બે અંકના ગુણાકારને ઝડપથી સોલ્વ કરવા માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું પ્રેક્ટિસમાં 6 મિનિટમાં 100 દાખલા સોલ્વ કરતી, જોકે આંગળીમાં સોજાને કારણે 81 સેકન્ડનો વધુ સમય લાગ્યો સુરતની ભાવિ મહેતાએ ગણિતમાં 2x2 અંકના 100 ગુણાકાર 7 મિનિટ 21 સેકન્ડમાં કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભાવિની ઉંમર હાલ 13 વર્ષની છે અને ધો.8માં અભ્યાસ કરે છે. 4 સેકન્ડની સ્પીડે 2 અંક*2 અંક(00*00) એવાં 100 ગુણાકાર કરીને ઉત્તર આપ્યા હતા.જેમાંથી 96 જવાબ સાચા આપ્યા હતા. આ માટે તેને ફાસ્ટેસ્ટ ટુ સોલ્વ ટુ ડિજિટ મલ્ટીપ્લીકેશન સમનો ટેગ મેળવ્યો છે. અગાઉ વર્ષ 2020માં ભાવિની 6 વર્ષની બહેન કનિકાએ પણ ઈન્ડિયા બુક અને એશિયા બુકનો એવોર્ડ મેળવ્યો હતો. સિટી ભાસ્કરે ભાવિ મહેતા સાથે વાત કરી તેણે કઈ એવોર્ડની તૈયારી અંગે જાણ્યું હતું. દરરોજ 1500 દાખલાની પ્રેક્ટિસ કરતી હતી 14 ઓક્ટોબરે આ રેકોર્ડ મેં લાઈવ બનાવ્યો હતો. અને 9 નવેમ્બરે મને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી મને મેડ

બેદરકારી:નિરોણા ડેમ, નદી વિસ્તારમાં વીજપોલ અકસ્માત નોતરશે. યમદુત સમાન વીજલાઇનનો રૂટ બદલવા ઉઠતી માગ

 બેદરકારી:નિરોણા ડેમ, નદી વિસ્તારમાં વીજપોલ અકસ્માત નોતરશે. યમદુત સમાન વીજલાઇનનો રૂટ બદલવા ઉઠતી માગ નખત્રાણાના નિરોણામાં સિંચાઇ ડેમ અને નદી વિસ્તારમાં ઉભા કરાતાં વીજપોલ દુર કરી વીજલાઇનનો રૂટ બદલવા લોક માગ ઉઠી છે.ડેમ અને નદીના પટમાં વિવિધ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ઉભા કરાતા વીજ થાંભલા અકસ્માત નોતરશે. માલધારીઓ પોતાના પશુધન સાથે આવતા હોય છે જેથી મોટા અકસ્માતની ભીતિ દર્શાવાઇ રહી છે. નેશનલ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા વીજલાઇન પસાર કરવા મસમોટા વીજપોલ ઉભા કરાઇ રહ્યા છે. આ બંને વીજ થાંભલા વચ્ચે 500 જેટલું વિશેષ અંતર હોઇ, તેમાં લગાવવામાં આવનારા વીજ વાયરો નમી જશે અને ડેમમાં ભરાયેલા પાણીના સંપર્કમાં આવશે, જે ડેમમાં નહાવા જતા લોકો, પાણી પીવા જતા પશુઓ માટે યમદુત બનશે. ઉપરાંત નદીમાં પણ બે વીજપોલ ઉભા કરાયા છે ત્યારે નદીમાં ભવિષ્યમાં પુર આવશે તો આ વીજ થાંભલા ધ્વસ્ત થઇ શકે છે, જેના કારણે પણ અકસ્માતનો ભય રહે છે. ખાનગી માલિકીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવી હોય તો રકમ ચુકવવી પડે પરંતુ આ રકમ ચુકવવી ન પડે તે માટે થાંભલા સરકારી જમીનમાંથી સિંચાઇ વિભાગની પરવાનગી વિના પસાર કરાઇ હોવાના આક્ષેપ સાથે કચ્છ જિલ્લા કોંગ્

શ્રદ્ધા:માંડવીના દરિયાસ્થાન મંદિરમાં 93 વર્ષથી પ્રજ્વલે છે અખંડ જ્યોત, અત્યાર સુધી 8.37 ટન દિવેલનો થયો ઉપયોગ

  શ્રદ્ધા:માંડવીના દરિયાસ્થાન મંદિરમાં 93 વર્ષથી પ્રજ્વલે છે અખંડ જ્યોત, અત્યાર સુધી 8.37 ટન દિવેલનો થયો ઉપયોગ. લોહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ જન્મ જયંતીના દર વર્ષે ધામધૂમથી ઉજવણી થાય છે માંડવી બંદરીય શહેરમાં વસવાટ કરતા લોકો સમુદ્રથી સુરક્ષિત રહે તે માટે દરિયાલાલ મંદિરમાં 93 વર્ષ પહેલાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. જે આજે અવરિતપણે ચાલું રહેતા અત્યાર સુધીમાં 8.37 ટન દિવેલની આહુતિ અપાઇ ચૂકી છે. ભવ્ય ભૂતકાળના સમયમાં દરિયાસ્થાન મંદિરને સમુદ્રના મોજા પંખાળતા હોવાની વાયકા મુજબ દરિયાદેવ કિનારે વસવાટ કરતાં લોકોની સામે રોદ્ર સ્વરૂપ ધારણ ન કરે અને રક્ષા કરે તે માટે સવંત 1983 ચૈત્ર સુદ બારસ બુધવારના ઠા.સ્વ. કેશવજી ચંદાના આર્થિક સહયોગથી રૂ.2000ની રકમ અખંડ જ્યોત માટે અર્પણ કરવામાં આવી હતી. 93 વર્ષ પહેલા સીંગતેલની અખંડ જ્યોત ચાલુ કરવામાં આવી, જે એક માસમાં 7.5 લિટર તેલની જરૂરિયાત મુજબ એક વર્ષમાં 90 લીટર આવી રીતે 93 વર્ષમાં 8.37 ટન દિવેલનો ખર્ચ લોહાણા સમાજે કર્યો છે. શહેરના લોહાણા સમાજ 264 ચૂલા દીઠ વાર્ષિક 50 રૂપિયા અખંડ જ્યોતના દિવેલ માટે ઉઘરાવવામાં આવી રહ્યાની પરંપરાગત પ્રથા વર્તમાન સમયમાં ચાલુ

સ્કિલ ડેવલપમેન્ટ:177 વિદ્યાર્થિનીઓનું ધો.11થી કોલેજ સુધી આર્થિક મદદ સાથે સ્કિલ ડેવલપમેન્ટ થશે.

 સ્કિલ ડેવલપમેન્ટ:177 વિદ્યાર્થિનીઓનું ધો.11થી કોલેજ સુધી આર્થિક મદદ સાથે સ્કિલ ડેવલપમેન્ટ થશે. ઉદયન કેરની શાલિની ફેલોશિપનું ઇન્ડક્શન યોજાયું શહેરની ઉદયન કેર સંસ્થા દ્વારા ઉદયન શાલીની ફેલોશીપ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત જરૂરીયાતમંદ વિદ્યાર્થિનીઓને ધો.11થી સ્નાતક થવા સુધીની ફેલોશીપ આપી તેમનું સતત માર્ગદર્શન કરવામાં આવે છે. પરીક્ષા અને મેરિટને આધારે આ વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવે છે. જે માટેની વર્ષ 2020-21ની ધો.11ની બેચની 70 વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી છે. જેમનો ઇન્ડક્શન પ્રોગ્રામ ગત વર્ષની બેચની 107 વિદ્યાર્થિનીઓની હાજરીમાં ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધી વડોદરાની કુલ 177 વિદ્યાર્થિનીઓને આ 5 વર્ષની ફેલોશિપ આપવામાં આવી છે. આ ફેલોશિપ અંતર્ગત ધો. 10માં 60 ટકા સાથે પાસ થનાર વિદ્યાર્થિનીઓને પસંદ કરી તેમનો રિટર્ન ટેસ્ટ લીધા બાદ તેના મેરિટને આધારે ફેલોશીપ માટે પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેમના સર્વાંગી વિકાસ માટે કોન્ફિડન્સ બિલ્ડીંગ, સ્પોકન ઇંગ્લીશ, કરિયર ગાઇડન્સ, ટાઇમ મેનેજમેન્ટ, ફિઝિકલ ફિટનેસ જેવા વર્કશોપ અને સોશિયલ વર્કની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જ્યારે

મહામારી વચ્ચે જાગૃતિ વધી:કચ્છી માડુને પોસ્ટ ઓફિસનું 19.47 કરોડનું સુરક્ષા કવચ. કોરોનાના માર બાદ જિલ્લાના વધુ લોકો પોસ્ટમાં થાપણ મુકતા થયા

 મહામારી વચ્ચે જાગૃતિ વધી:કચ્છી માડુને પોસ્ટ ઓફિસનું 19.47 કરોડનું સુરક્ષા કવચ. કોરોનાના માર બાદ જિલ્લાના વધુ લોકો પોસ્ટમાં થાપણ મુકતા થયા માત્ર છ મહિનામાં જ 427 લોકોએ લીધી જીવન વીમા પોલિસી કોરોના મહામારીના પગલે લોકડાઉન બાદ કચ્છના લોકો પોસ્ટ ઓફિસમાં વીમા પોલિસી લેવાની સાથે થાપણો મુકતા થયા છે. છેલ્લા છ મહિનામાં પોસ્ટ ઓફિસની બે વીમા યોજનામાં કચ્છી માડુએ 19.47 કરોડનું રોકાણ કર્યું છે. ક્ષણભંગુર જીવન ગમે ત્યારે ક્ષીણ થઇ જશે. વર્તમાન સમયે કોરોના મહામારીએ લોકોની આર્થિક કેડ ભાંગી નાખી છે અને કેટલા લોકોના જીવ લઇ લીધા છે. જો કે, કાતિલ કોરોનાએ લોકોને બચત કરતા શીખવ્યા છે. અગાઉ પણ લોકો બચત કરતા હતા અને વીમા પોલિસી લેતા જ હતા પરંતુ લોકડાઉન બાદ ખાસ કરીને પોસ્ટ ઓફિસમાં વધુ લોકો થાપણ મુકતા થયા છે. આ અંગે વિગતો આપતા પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પરમારે જણાવ્યું હતું કે, કોરોનામાં લોકડાઉન બાદ વધુ લોકો વીમા પોલિસી લેતા થયા છે. પોસ્ટ ઓફિસમાં બે વીમા પોલિસી યોજના હાલની સ્થિતિએ અમલી છે, જેમાં પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. તા.1/4થી તા.30/9 સુધીમાં એટલે કે, માત્ર છ મહિન

આઈફોનનું બુકિંગ:એપલે આઈફોન 12 સિરીઝના મિની અને પ્રો મેક્સનું બુકિંગ શરૂ કર્યું, 34 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે; જાણો આખી ડીલ.

  આઈફોનનું બુકિંગ:એપલે આઈફોન 12 સિરીઝના મિની અને પ્રો મેક્સનું બુકિંગ શરૂ કર્યું, 34 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે; જાણો આખી ડીલ. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રિ બુકિંગ કરાવી શકાશે HDFC બેંકના ગ્રાહકોને 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે એપલે તેની લેટેસ્ટ આઈફોન 12 સિરીઝના મિની અને પ્રો મેક્સ આઈફોનનું પ્રિ બુકિંગ શરૂ કર્યું છે. એક્સચેન્જ ઓફર હેઠળ, કંપની આઈફોન 12 મિની પર 22 હજાર રૂપિયા અને આઈફોન 12 પ્રો મેક્સ પર 34 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સાથે આઈફોન 12 મિનીનું બુકિંગ HDFC ક્રેડિટ કાર્ડથી કરવા પર 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને આઈફોન 12 પ્રો મેક્સ પર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. HDFC ડેબિટ કાર્ડ પર પણ 1500 રૂપિયાનું બેનિફિટ મળી રહ્યું છે. આઈફોન 12 મિનીનાં રેડ, વ્હાઈટ, ગ્રીન, બ્લૂ અને બ્લેક કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે. તો આઈફોન 12 પ્રો મેક્સના ગ્રેફાઈટ, સિલ્વર, ગોલ્ડ અને પેસિફિક બ્લૂ કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે. આઈફોન 12 સિરીઝની વિશેષતા આ સિરીઝના તમામ આઈફોન 6 મીટર પાણીમાં અડધો કલાક સુધી ડૂબી રહ્યા બાદ પણ કામ કરશે. આઈફોન 12 સીરિઝનું ડ્

વાતાવરણમાં પલટો:અડધા કચ્છમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસનું આવરણ છવાયું.

  વાતાવરણમાં પલટો:અડધા કચ્છમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસનું આવરણ છવાયું. કચ્છમાં દિવાળી પહેલાં જ ઠંડીના ચમકારા વચ્ચે શુક્રવારના વહેલી સવારે ગાઢ ધૂમસ છવાયું હતું. ભુજથી પશ્ચિમ કચ્છના લખપત એમ અડધા ભાગના જિલ્લામાં ઝાકળની રીતસર વર્ષા થઇ હતી. ધૂમસના સામ્રાજ્યના કારણે સૂર્ય પ્રકાશ પણ મોડો પથરાયો હતો. ભુજથી લઇને માકપટ તરીકે ઓળખાતા પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં સવારે 8 વાગ્યા સુધી ધૂમસ છવાયેલી રહી હતી. નખત્રાણા પંથકમા વહેલી સવારે ગાઢ ધૂમસ છવાયું હતું. જેને લઇને સવારે 7 વાગ્યે પણ વાહન ચાલકોને હેડ લાઇટ ચલુ રાખવી પડી હતી. ભુજ તાલુકાના દેશલપર વાંઢાય વિસ્તારમાં ઝાકળ વર્ષાથી ગ્રામ્ય વિસ્તારોમાં સવારની મોડી શરૂઆત થઈ હતી. ઝાકળના કારણે સૂર્યનારાયણના દર્શન પણ મોડેથી થયા હતા.

ક્રાઇમ:કુકમામાં તાજા જન્મેલા બાળકને નિષ્ઠુર માતાએ ત્યજી દીધું : ફોજદારી દાખલ

  ક્રાઇમ:કુકમામાં તાજા જન્મેલા બાળકને નિષ્ઠુર માતાએ ત્યજી દીધું : ફોજદારી દાખલ . કુકમા ગામે નવાવાસ મદ્રેસા વાળી શેરીમાં શુક્રવારે સવારે નવજાત શીશુ મળી આવ્યું હતું. બાળકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી અજાણી માતા સામે પધ્ધર પોલીસે ગુનો નોંધ્યો હતો. સવારે 8.30 વાગ્યાના અરસામાં કુકમા સરપંચ કંકુબેન અમૃતલાલ વણકરને જાણ થતાં પધ્ધર પોલીસને જાણ કરી હતી. સ્થળ પરથી નવજાત બાળકને જી.કે. જનરલ હોસ્પિટલમાં તાકીદે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું.

કામગીરી:ભુજમાં એક જ સ્થળે તમામ કચ્છી હસ્તકળા કૃતિઓના કામણ પથરાયા.

  કામગીરી:ભુજમાં એક જ સ્થળે તમામ કચ્છી હસ્તકળા કૃતિઓના કામણ પથરાયા. પાંચ સંસ્થાઓના ‘કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ’નો આરંભ કચ્છભરમાં પથરાયેલા હસ્તકળાના 8 હજાર જેટલા કારીગરો માટે કાર્યરત પાંચ સંસ્થાઓ દ્વારા આત્મ નિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સૂત્રને અપનાવીને આવા કલાકારો પ્રોત્સાહિત થાય તે હેતુથી ભુજમાં ‘કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ’નો આરંભ કરાયો છે જેમાં દિવાળીને લઇને કલાકૃતિઓના વેચાણ પર વિશેષ છૂટ આપવામા આવશે. ભુજના હસ્તકળા રસિકોને તમામ કલાકારીગીરી જોવા, જાણવા અને સમજવા મળે તે હેતુથી શ્રુજન, કસબ, કલા રક્ષા, ખમીર અને વીઆરટીઆઇ એમ પાંચ સંસ્થા દ્વારા વી. ડી. હાઇસ્કૂલના રોડ પર ‘કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ’નો આરંભ કરવામા આવ્યો છે જેમાં કચ્છી હસ્તકલામાં દાયકાઓની કામગીરીથી તૈયાર થયેલા નવિન ઉત્પાદનો જોવા અને સમજવા મળશે. આ સ્થળે વિવિધ સમુદાયોના ભરતકામ, અજરખ પ્રિન્ટ, બાંધણી, બાટીક, ચર્મકલા સહિતની વસ્તુઓ દીપોત્સવને અનુલક્ષીને અડધા ભાવે મળશે તેમ સંસ્થાના સંચાલકો દ્વારા જણાવાયું હતું. એકજ ક્ષેત્રે કામ કરતી પાંચ સંસ્થાઓ સાથે જોડાઇને એક મંચ પર આવી હોય તેવો આ પ્રથમ પ્રયાસ છે. આમ થવાથી કોરોનાની વિકટ સ્થિતિમાં આર્થિક મુશ્કેલ

સુવિધા:હવે તમે વ્હોટ્સએપથી પેમેન્ટ કરી શકાશો; NPCIએ ભારતમાં UPI બેસ્ડ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી.

  સુવિધા:હવે તમે વ્હોટ્સએપથી પેમેન્ટ કરી શકાશો; NPCIએ ભારતમાં UPI બેસ્ડ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી. હવે તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ દ્વારા પેમેન્ટ કરી શકશો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ વ્હોટ્સએપને UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) બેસ્ડ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લટફોર્મ બે વર્ષથી પેમેન્ટની પદ્ધતિનું પરીક્ષણ કરી રહ્યું હતું, પરંતુ પ્રાઈવસીને લઈને આ વાત અટકી હતી. ફેસબુક તરફથી સતત ભારત સરકારને વ્હોટ્સએપ પે લોન્ચ કરવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે હવે એને મંજૂરી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સએપ પેમેન્ટ સિસ્ટમ માટે ગો લાઈવને મંજૂરી આપવામાં આવી છે. પેમેન્ટ મોડેલને ફેઝવાઇઝ લાઇવ કરવાની મંજૂરી મળી એ અનુસાર, વ્હોટ્સએપના પેમેન્ટ મોડેલને લાઈવ કરવાની મંજૂરી તબક્કાવાર આપવામાં આવી છે, એટલે કે વિવિધ ફેઝમાં એને લાઈવ કરી શકાશે. શરૂઆતમાં કંપનીને 20 મિલિયન (2 કરોડ) UPI યુઝર બેઝની મંજૂરી મળી છે, પરંતુ બાદમાં ગ્રેડેડ મેનરમાં એનો વિ

ધમાકેદાર ઓફર:જિયો અને એરટેલ કરતાં પણ સસ્તા બ્રોડબેન્ડ પ્લાન આપી રહી છે એક્સીટેલ, 6 મહિનાના રિચાર્જ પર એક્સ્ટ્રા 3 મહિના સુધી ડેટા ફ્રી મળશે.

  ધમાકેદાર ઓફર:જિયો અને એરટેલ કરતાં પણ સસ્તા બ્રોડબેન્ડ પ્લાન આપી રહી છે એક્સીટેલ, 6 મહિનાના રિચાર્જ પર એક્સ્ટ્રા 3 મહિના સુધી ડેટા ફ્રી મળશે. ઓફર હેઠળ ગ્રાહકોએ 3 મહિનાના ડેટા માટે પૈસા નહિ આપવા પડે 100 Mbps, 200 Mbps અથવા 300 Mbpsના પ્લાનની ખરીદી કરી શકાશે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એક્સીટેલ તેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવી છે. નવી ઓફર પ્રમાણે, યુઝર્સ કોઈ પણ ચાર્જ વિના 3 મહિના સુધી ફ્રીમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની મજા માણી શકશે. આ ઓફરને #FullpeHalfFree નામ આપવામાં આવ્યું છે. અર્થાત 6 મહિનાના રિચાર્જ પર એડિશનલ 3 મહિનાનો ડેટા ફ્રી મળશે. અર્થાત યુઝરને કુલ 9 મહિના સુધી ડેટા મળશે. આ રીતે ઓફરનો ફાયદો મળશે આ ઓફરનો ફાયદો લેવા માટે કંપનીની વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવાનું રહેશે. અહીં ઓફર અને શરતોની પણ માહિતી હશે. ગ્રાહકો તેમની સુવિધાનુસાર 100 Mbps, 200 Mbps અથવા 300 Mbpsનો પ્લાન ખરીદી શકે છે. લિમિટેડ સર્વિસ એક્સીટેલની સર્વિસ હાલ દેશમાં 13 શહેરોમાં કાર્યરત છે. તેમાં દિલ્હી, NCR, લખનઉ, ઝાંસી અને જયપુરના યુઝરને આ ઓફરનો લાભ મળશે. ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે આ ઓફર શરૂ કરવામાં આવશે. ન્યૂ ફીચર

ક્રાઇમ:મંજૂરી વિના ફટાકડા મોલ ખોલનારા બે સામે ફરિયાદ. પોલીસે છાપો મારી 82 હજારના ફટાકડા જપ્ત કર્યા

  ક્રાઇમ:મંજૂરી વિના ફટાકડા મોલ ખોલનારા બે સામે ફરિયાદ. પોલીસે છાપો મારી 82 હજારના ફટાકડા જપ્ત કર્યા ભુજના એરપોર્ટ રીંગ રોડ પર લાયસન્સ વિના ફટાકડાનો સ્ટોલ ઉભો કરી વેચાણ કરી રહેલા બે શખ્સો વિરૂધ પોલીસે વિસ્ફોટક અધિનયમની કલમ તળે ગુનો નોંધ 82 હજારના ફટાકડાઓ પોલીસે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થેલેલા અહેવાલને પગલે હરકતમાં આવેલી પોલીસે ભુજ શહેરની ભાગોળે એરપોર્ટ રોડ ડી-માર્ટ મોલની સામે મંજુરી લીધા વગર ખડકી દીધેલા ફટાકડાના મોલ પર છાપો માર્યો હતો. દરોડા દરમિયાન ફટાકડાના મોલના માલિક કિશનભાઇ જશવંતભાઇ યાદવ (ઉ.વ.33) રહે 36 ક્વાર્ટર પોલીસ લાઇન અને કેમ્પ અરિયામાં પોલીસ ચોકીની બાજુમાં રહેતા ફિરોજ જાફરઅલી ભીમાણી (ઉ.વ.58) પોતાના ફટાકડાના મોલમાં લાયસન્સ વિના ફટાકડાનો જથ્થો જારેરમાં વેચાણ અર્થે રાખી રંગે હાથે પકડાઇ ગયા હતા. બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરીને તેમના કબજામાંથી 82,440ના ફટાકડાઓ કબજે કર્યા હતા. બન્ને જણાઓ વિરૂધ વિસ્ફોટક અધિનિયમ કલમ 9(બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટે હાથ ધરી છે. બે પૈકી એક પોલીસ પુત્ર મંજુરી વિના ફટાકડાનો મોલ શરૂ કરી

ક્રાઇમ:ગઢશીશામાં બમ્પના પાપે સ્કુટર ઉછળ્યું, પાછળ બેઠેલા વૃધ્ધાનું મોત. માથામાં ઇજા થતાં નખત્રાણાના મહિલાએ સારવારમાં દમ તોડ્યો

 ક્રાઇમ:ગઢશીશામાં બમ્પના પાપે સ્કુટર ઉછળ્યું, પાછળ બેઠેલા વૃધ્ધાનું મોત. માથામાં ઇજા થતાં નખત્રાણાના મહિલાએ સારવારમાં દમ તોડ્યો માંડવી તાલુકાના ગઢશીશા પાસે બાઇક પાછળ બેઠેલી ગૃધ્ધ મહિલા બમ્પના આંચકાને કારણે ઉછળીને નીચે પછડાતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના દેવકીનગરમાં રહેતા કાંતાબેન કાનજીભાઇ દાફડા (ઉ.વ.80) તેના પતિ કાનજીભાઇ સાથે એક્ટિવા સ્કુટરથી ગત 31 ઓકટોબરના સાંજે ગઢશીશા જતા હતા ત્યારે માર્ગ અચાનક મોટો બમ્પ આવી જતાં એક્ટિવા ઉછળી હતી. જેને કારણે પાછળની સીટી પરથી ઉછળીને કાંતાબેન રોડ પર પટકાયા હતા. જેને કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી પ્રથમ સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર ચાલુ હતી દરમિયાન બુધવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સણોસરા પાસે બાઇક સ્લીપ થતાં મહિલા જખ્મી અબડાસા તાલુકાના સણોસરા ગામના રોડ પર બુધવારે બાઇક સ્લીપ થઇ જવાની ઘટનામાં બાઇકમાં પાછળ બેઠેલ કોટડા રોહાના કુરબાઇ વિશ્રામભાઇ મહેશ્વરી (ઉ.વ.63)ને ઇજા પહોંચતાં તેમન

ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ:કચ્છમાં ગાય-ભેંસ પ્રજાતિમાં ઈઅર ટેગિંગ કેમ્પેઇન શરૂ થશે.

  ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ:કચ્છમાં ગાય-ભેંસ પ્રજાતિમાં ઈઅર ટેગિંગ કેમ્પેઇન શરૂ થશે. 8.87 લાખ પશુઓની પણ ઓળખ આપતું જાણે આધાર-કાર્ડ પશુ ઉત્પાદકતા અને આરોગ્ય કાર્યક્રમ હેઠળ લાગશે ટેગ ભારત સરકારનાં ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ (INAPH) કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ગાય અને ભેંસ પ્રજાતિના લગભગ 8.87 લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાંઆવશે. ઈઅર ટેગિંગ એક પ્રકારે પશુઓનાં આધાર કાર્ડ સમાન છે, જેમાં દરેક પશુને કાનમાં ઈઅર ટેગ લગાડી બારકોડેડ યુનિક આઇડેન્ટિફિકેશન (UID) અપાશે, જેથી પશુની ઓળખ, ઉંમર, વેતર, માલિકનું નામ, ગામ, મોબાઇલ નંબર વગેરે વિગતો INAPH સોફટવેરમાં નોંધાઈ જશે. જેના થકી પશુનાં વેકસીનેશન, કૃત્રિમ બીજદાન, ડિવર્મિંગ વગેરેને લગતી આનુસાંગિક માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. તેમજ ભવિષ્યમાં અછત, પુર, અતિવૃષ્ટિ કે અન્ય કોઇ પણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને સહાય તેમજ નુકશાન, મૃત્યુ વખતે વળતર, લોન, સરકારી યોજનાઓ વગેરે વિવિધ કામગીરી સમયસર કરવા માટે ઈઅર ટેગિંગ આધારરૂપ સાબિત થશે. 13 હજાર પશુને બીજદાન હાલમા

मतदान पूरा: पाटीदार बहुल गांवों में सुबह से ही लाइनें: अबसदा-लखपत फिकू में मतदान

  कोरोना युग के दौरान हुए चुनावों में दिशानिर्देशों का सख्ती से पालन किया गया था। प्रेक्षक और कलेक्टर ने भी मतदान केंद्रों का दौरा किया। पुलिस की कड़ी सुरक्षा, कोरोना दिशानिर्देशों का कड़ाई से पालन के साथ मतदान शांतिपूर्वक संपन्न हुआ अब्दसा विधानसभा सीट के उपचुनाव के लिए मतदान मंगलवार सुबह 7 बजे शुरू हुआ। इसकी जमीनी रिपोर्टिंग के लिए, भास्कर की टीम ने नख्तराणा, लखपत और अबदसा में मतदान केंद्रों का दौरा किया और लोकशाही पर्व की विभिन्न छवियों के साथ आया। नख्तराणा तालुका के कडवा पाटीदार पटेलों के वोटों के वर्चस्व वाले गांवों में सुबह-सुबह मतदान शुरू हुआ, जबकि लखपत और अबदसा में दिन भर मतदान देखा गया। निर्वाचन आयोग ने कोरोना के कारण सरकारी दिशानिर्देशों के अनुसार प्रत्येक बूथ पर सामाजिक दूरी बनाए रखने के लिए मतदाताओं के लिए एक मीटर दूरी सर्कल, सैनिटाइज़र और हाथ के दस्ताने की व्यवस्था की थी। कुल मिलाकर, सामान्य और संवेदनशील मतदान केंद्रों पर चुनाव प्रक्रिया शांतिपूर्ण थी। हालांकि, वांकू और वाढर में मतदान केंद्रों में अनियमितता की अफवाहें थीं। मतदाताओं से पूछते हुए कि कौन सा उम्मीदवार जीतेगा,

सूचना: क्या होगा यदि फास्टैग वाहन से चिपका हुआ है या फटा हुआ है? घर पर 100 रुपये में नया फास्टैग प्राप्त करें।

  वाहन के लिए केवल एक फास्टैग नंबर दिया जाता है, इसलिए पुराने विवरण प्रदान करके एक नया फास्टैग प्राप्त किया जा सकता है यदि आपको फास्टैग को बदलना है, तो वॉलेट में पैसा नए फास्टैग में स्थानांतरित किया जाएगा यदि वाहन चोरी हो जाता है, तो बैंक की हेल्पलाइन पर कॉल करना और फास्टैग को अवरुद्ध करना आवश्यक है टोल प्लाजा पर भीड़ और प्रदूषण के स्तर को कम करने के लिए केंद्र सरकार ने फास्टैग के माध्यम से टोल टैक्स का संग्रह अनिवार्य कर दिया है। अगर कोई ड्राइवर अपने वाहन पर फास्टैग नहीं लगाता है, तो उसे दोगुना टोल चुकाना होगा। फास्टैग का संचालन नेशनल पेमेंट्स कॉरपोरेशन ऑफ इंडिया (NPCI) द्वारा किया जाता है। फास्टैग को पूरे देश में लागू किया गया है। जैसा कि वाहनों पर फास्टैग को लागू करना अनिवार्य हो गया है, लोगों ने भी सरकार के इस नियम का पालन किया है और फास्टैग को अपने वाहनों पर चिपका दिया है। फास्टैग ने काम को वास्तव में आसान बना दिया है। लेकिन इसके साथ ही लोगों को फास्टैग से जुड़ी कई समस्याओं का भी सामना करना पड़ रहा है, जिसमें फास्टैग की चोरी, क्षति या फाड़ भी शामिल है। इसके अलावा, सवाल उठाए जा रहे