ક્રાઇમ:ગઢશીશામાં બમ્પના પાપે સ્કુટર ઉછળ્યું, પાછળ બેઠેલા વૃધ્ધાનું મોત. માથામાં ઇજા થતાં નખત્રાણાના મહિલાએ સારવારમાં દમ તોડ્યો
ક્રાઇમ:ગઢશીશામાં બમ્પના પાપે સ્કુટર ઉછળ્યું, પાછળ બેઠેલા વૃધ્ધાનું મોત.
માથામાં ઇજા થતાં નખત્રાણાના મહિલાએ સારવારમાં દમ તોડ્યો
માંડવી તાલુકાના ગઢશીશા પાસે બાઇક પાછળ બેઠેલી ગૃધ્ધ મહિલા બમ્પના આંચકાને કારણે ઉછળીને નીચે પછડાતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના દેવકીનગરમાં રહેતા કાંતાબેન કાનજીભાઇ દાફડા (ઉ.વ.80) તેના પતિ કાનજીભાઇ સાથે એક્ટિવા સ્કુટરથી ગત 31 ઓકટોબરના સાંજે ગઢશીશા જતા હતા ત્યારે માર્ગ અચાનક મોટો બમ્પ આવી જતાં એક્ટિવા ઉછળી હતી. જેને કારણે પાછળની સીટી પરથી ઉછળીને કાંતાબેન રોડ પર પટકાયા હતા. જેને કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી પ્રથમ સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર ચાલુ હતી દરમિયાન બુધવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સણોસરા પાસે બાઇક સ્લીપ થતાં મહિલા જખ્મી
અબડાસા તાલુકાના સણોસરા ગામના રોડ પર બુધવારે બાઇક સ્લીપ થઇ જવાની ઘટનામાં બાઇકમાં પાછળ બેઠેલ કોટડા રોહાના કુરબાઇ વિશ્રામભાઇ મહેશ્વરી (ઉ.વ.63)ને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભૂજોડી પાસે બે વાહન ભટકાતાં ચાલક ઘાયલ
ભુજોડી પાસે હાઇવે રોડ પર આગળ જતા વાહનને ઓવર ટેક કરવા જતાં કાર સામેથી આવતા વાહન સાથે ભટકાઇ જતાં કાર ચાલક ધવલભાઇ પ્રવિણચંદ્ર મોદી નામના ડ્રાઇવરને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો