ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ:કચ્છમાં ગાય-ભેંસ પ્રજાતિમાં ઈઅર ટેગિંગ કેમ્પેઇન શરૂ થશે.
ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ:કચ્છમાં ગાય-ભેંસ પ્રજાતિમાં ઈઅર ટેગિંગ કેમ્પેઇન શરૂ થશે.
8.87 લાખ પશુઓની પણ ઓળખ આપતું જાણે આધાર-કાર્ડ
પશુ ઉત્પાદકતા અને આરોગ્ય કાર્યક્રમ હેઠળ લાગશે ટેગ
ભારત સરકારનાં ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ (INAPH) કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ગાય અને ભેંસ પ્રજાતિના લગભગ 8.87 લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાંઆવશે.
ઈઅર ટેગિંગ એક પ્રકારે પશુઓનાં આધાર કાર્ડ સમાન છે, જેમાં દરેક પશુને કાનમાં ઈઅર ટેગ લગાડી બારકોડેડ યુનિક આઇડેન્ટિફિકેશન (UID) અપાશે, જેથી પશુની ઓળખ, ઉંમર, વેતર, માલિકનું નામ, ગામ, મોબાઇલ નંબર વગેરે વિગતો INAPH સોફટવેરમાં નોંધાઈ જશે. જેના થકી પશુનાં વેકસીનેશન, કૃત્રિમ બીજદાન, ડિવર્મિંગ વગેરેને લગતી આનુસાંગિક માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે. તેમજ ભવિષ્યમાં અછત, પુર, અતિવૃષ્ટિ કે અન્ય કોઇ પણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને સહાય તેમજ નુકશાન, મૃત્યુ વખતે વળતર, લોન, સરકારી યોજનાઓ વગેરે વિવિધ કામગીરી સમયસર કરવા માટે ઈઅર ટેગિંગ આધારરૂપ સાબિત થશે.
13 હજાર પશુને બીજદાન
હાલમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કચ્છ સહિત જે જિલ્લાઓમાં 50% કરતાં ઓછું કૃત્રિમ બીજદાન થતું હોય ત્યાં રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ NAIP-Phase-II ચાલુ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકો ઓછા પણ વધુ દુધ આપતા પશુઓ રાખી પોતાના નફાનું પ્રમાણ વધારી શકે તે માટે ઉચ્ચ ઓલાદનાં નર પશુનાં વીર્યબીજથી સારી ઓલાદનાં પશુઓ મેળવવાનો છે, જેમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 13 હજારથી વધુ પશુઓને કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવાયા છે. જીલ્લા પંચાયત ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની પશુપાલન કચેરીઓ, સહકારી દુધ સંઘ (સરહદ ડેરી) તેમજ ડી.એમ.એફ. યોજનાનાં કૃત્રિમ બીજદાન કેન્દ્રો દ્વારા આ કામગીરી હાલ ચાલુ છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો