ધમાકેદાર ઓફર:જિયો અને એરટેલ કરતાં પણ સસ્તા બ્રોડબેન્ડ પ્લાન આપી રહી છે એક્સીટેલ, 6 મહિનાના રિચાર્જ પર એક્સ્ટ્રા 3 મહિના સુધી ડેટા ફ્રી મળશે.
ધમાકેદાર ઓફર:જિયો અને એરટેલ કરતાં પણ સસ્તા બ્રોડબેન્ડ પ્લાન આપી રહી છે એક્સીટેલ, 6 મહિનાના રિચાર્જ પર એક્સ્ટ્રા 3 મહિના સુધી ડેટા ફ્રી મળશે.
ઓફર હેઠળ ગ્રાહકોએ 3 મહિનાના ડેટા માટે પૈસા નહિ આપવા પડે
100 Mbps, 200 Mbps અથવા 300 Mbpsના પ્લાનની ખરીદી કરી શકાશે
બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એક્સીટેલ તેના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવી છે. નવી ઓફર પ્રમાણે, યુઝર્સ કોઈ પણ ચાર્જ વિના 3 મહિના સુધી ફ્રીમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની મજા માણી શકશે. આ ઓફરને #FullpeHalfFree નામ આપવામાં આવ્યું છે. અર્થાત 6 મહિનાના રિચાર્જ પર એડિશનલ 3 મહિનાનો ડેટા ફ્રી મળશે. અર્થાત યુઝરને કુલ 9 મહિના સુધી ડેટા મળશે.
આ રીતે ઓફરનો ફાયદો મળશે
આ ઓફરનો ફાયદો લેવા માટે કંપનીની વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવાનું રહેશે. અહીં ઓફર અને શરતોની પણ માહિતી હશે. ગ્રાહકો તેમની સુવિધાનુસાર 100 Mbps, 200 Mbps અથવા 300 Mbpsનો પ્લાન ખરીદી શકે છે.
લિમિટેડ સર્વિસ
એક્સીટેલની સર્વિસ હાલ દેશમાં 13 શહેરોમાં કાર્યરત છે. તેમાં દિલ્હી, NCR, લખનઉ, ઝાંસી અને જયપુરના યુઝરને આ ઓફરનો લાભ મળશે. ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે આ ઓફર શરૂ કરવામાં આવશે.
ન્યૂ ફીચર:વ્હોટ્સએપે રી-ડિઝાઈન સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ રોલ આઉટ કર્યું, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરશો
જિયો કરતાં પણ સસ્તા પ્લાન
એક્સીટેલના ડેટા પ્લાન રિલાયન્સ જિયો અને એરટેલ કરતા સસ્તા છે. એક જેવી સ્પીડ ઓફર કરતાં પ્લાનમાં એક્સીટેલના પ્લાન સારો વિકલ્પ છે.
ડેટા સ્પીડ એક્સીટેલ (રૂપિયામાં) જિયો (રૂપિયામાં) એરટેલ (રૂપિયામાં)
100 Mbps 699 699 799
200 Mbps 849 999 999
300 Mbps 999 1499 1499

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો