ક્રાઇમ:મંજૂરી વિના ફટાકડા મોલ ખોલનારા બે સામે ફરિયાદ.
પોલીસે છાપો મારી 82 હજારના ફટાકડા જપ્ત કર્યા
ભુજના એરપોર્ટ રીંગ રોડ પર લાયસન્સ વિના ફટાકડાનો સ્ટોલ ઉભો કરી વેચાણ કરી રહેલા બે શખ્સો વિરૂધ પોલીસે વિસ્ફોટક અધિનયમની કલમ તળે ગુનો નોંધ 82 હજારના ફટાકડાઓ પોલીસે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થેલેલા અહેવાલને પગલે હરકતમાં આવેલી પોલીસે ભુજ શહેરની ભાગોળે એરપોર્ટ રોડ ડી-માર્ટ મોલની સામે મંજુરી લીધા વગર ખડકી દીધેલા ફટાકડાના મોલ પર છાપો માર્યો હતો. દરોડા દરમિયાન ફટાકડાના મોલના માલિક કિશનભાઇ જશવંતભાઇ યાદવ (ઉ.વ.33) રહે 36 ક્વાર્ટર પોલીસ લાઇન અને કેમ્પ અરિયામાં પોલીસ ચોકીની બાજુમાં રહેતા ફિરોજ જાફરઅલી ભીમાણી (ઉ.વ.58) પોતાના ફટાકડાના મોલમાં લાયસન્સ વિના ફટાકડાનો જથ્થો જારેરમાં વેચાણ અર્થે રાખી રંગે હાથે પકડાઇ ગયા હતા. બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરીને તેમના કબજામાંથી 82,440ના ફટાકડાઓ કબજે કર્યા હતા. બન્ને જણાઓ વિરૂધ વિસ્ફોટક અધિનિયમ કલમ 9(બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટે હાથ ધરી છે.
બે પૈકી એક પોલીસ પુત્ર
મંજુરી વિના ફટાકડાનો મોલ શરૂ કરી ગુનો કરવાના કેસમાં પકડાયેલા મોલના બે ભાગીદારો પૈંકી એક કિશનભાઇ જશવંતભાઇ પોલીસ પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો