પ્રમાણિકતા:દેવપુર (ગઢ)માં 10 વર્ષના બાળકે 10,000 પરત કરી પ્રમાણિકતા દર્શાવી.
માંડવીના દેવપુર (ગઢ)માં રસ્તા પરથી દસ વર્ષના બાળક વેદ શાંતિલાલ માંગલિયાને રૂ.10,000 મળી આવ્યા હતા. તેણે આ રૂપિયાની જાણ તેમની મમ્મી ભારતીબેન અને કાકી મંજુલાબેનને કરી હતી. તેમણે આ રકમ દેવપુરના ઉમિયાનગરના મણીલાલ કેસરા પટેલને નરસિં રોશિયા તથા ગઢશીશા ના સુરેશ વાસાણીની હાજરીમાં પરત કરી પ્રમાણિકતા દાખવી હતી. મૂળ માલિકે રકમ પ્રાપ્ત થતાં બાળક તથા તેના પરિવારનો આભાર માન્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો