સુવિધા:હવે તમે વ્હોટ્સએપથી પેમેન્ટ કરી શકાશો; NPCIએ ભારતમાં UPI બેસ્ડ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી.
સુવિધા:હવે તમે વ્હોટ્સએપથી પેમેન્ટ કરી શકાશો; NPCIએ ભારતમાં UPI બેસ્ડ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી.
હવે તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ દ્વારા પેમેન્ટ કરી શકશો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ વ્હોટ્સએપને UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) બેસ્ડ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લટફોર્મ બે વર્ષથી પેમેન્ટની પદ્ધતિનું પરીક્ષણ કરી રહ્યું હતું, પરંતુ પ્રાઈવસીને લઈને આ વાત અટકી હતી.
ફેસબુક તરફથી સતત ભારત સરકારને વ્હોટ્સએપ પે લોન્ચ કરવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે હવે એને મંજૂરી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સએપ પેમેન્ટ સિસ્ટમ માટે ગો લાઈવને મંજૂરી આપવામાં આવી છે.
પેમેન્ટ મોડેલને ફેઝવાઇઝ લાઇવ કરવાની મંજૂરી મળી
એ અનુસાર, વ્હોટ્સએપના પેમેન્ટ મોડેલને લાઈવ કરવાની મંજૂરી તબક્કાવાર આપવામાં આવી છે, એટલે કે વિવિધ ફેઝમાં એને લાઈવ કરી શકાશે. શરૂઆતમાં કંપનીને 20 મિલિયન (2 કરોડ) UPI યુઝર બેઝની મંજૂરી મળી છે, પરંતુ બાદમાં ગ્રેડેડ મેનરમાં એનો વિસ્તાર વધારવામાં આવશે.
પેટીએમને ટક્કર મળશે
આ સર્વિસ શરૂ થવાથી ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પેટીએમ, ગૂગલ પે અને ફોન પેને જોરદાર ટક્કર મળશે. વર્તમાનમાં UPI આધારિત પેમેન્ટ્સ સર્વિસ આપતી 45થી વધારે થર્ડ પાર્ટી એપ્સ છે, જેમાં ગૂગલ પે, એમેઝોન પે, ફ્લિપકાર્ટ અને ફોન પે સામેલ છે. એ ઉપરાંત 140 બેંક, જેમ કે પેટીએમ પેમેન્ટ્સ બેંક, એરટેલ પેમેન્ટ્સ બેંક અને એક્સિસ બેંક પણ સેવાઓ આપે છે.
પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા વ્હોટ્સએપનો સતત વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે યુઝર માટે આ સર્વિસ સુરક્ષિત નથી અને એમાં છેતરપિંડીનું જોખમ છે. વ્હોટ્સએપ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં વ્હોટ્સએપના કુલ 40 કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો