ક્રાઇમ:કુકમામાં તાજા જન્મેલા બાળકને નિષ્ઠુર માતાએ ત્યજી દીધું : ફોજદારી દાખલ
.
કુકમા ગામે નવાવાસ મદ્રેસા વાળી શેરીમાં શુક્રવારે સવારે નવજાત શીશુ મળી આવ્યું હતું. બાળકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી અજાણી માતા સામે પધ્ધર પોલીસે ગુનો નોંધ્યો હતો. સવારે 8.30 વાગ્યાના અરસામાં કુકમા સરપંચ કંકુબેન અમૃતલાલ વણકરને જાણ થતાં પધ્ધર પોલીસને જાણ કરી હતી. સ્થળ પરથી નવજાત બાળકને જી.કે. જનરલ હોસ્પિટલમાં તાકીદે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો