મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

તાજેતરની પોસ્ટ્સ

ધરપકડ:લુડવામાં ગાયના વાડામાંથી 29 હજારની 70 બોટલ સાથે આરોપી ઝડપાયો.

 ધરપકડ:લુડવામાં ગાયના વાડામાંથી 29 હજારની 70 બોટલ સાથે આરોપી ઝડપાયો. માંડવી તાલુકાના માંડવીના લુડવા ગામે ગઢશીશા પોલીસે રહેણાંક મકાનની બાજુમાં આવેલા ગાયના વાડામાંથી 28,800ની કિંમતની 70 નંગ દારૂની બોટલ અને એક મોબાઇલ સહિત 33,800ના મુદામાલ સાથે આરોપીને દબોચી લીધો હતો.બનાવ અંગે મળતી વિગતો મુજબ લુડવાના મણિનગરમાં રહેતા ખુમાન (ઉ.વ.23)ના રહેણાકના મકાનની બાજુમાં તેના કબજાના ગાયના વાડામાં દરોડો પાડીને ગઢશીશા પોલીસે આરોપીના કબજામાંથી 70 દારૂની બોટલ અને 5 હજારનો મોબાઇલ સમેત મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરૂધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ત્રીજા નેત્રની કમાલ:ગઢશીશામાં સોનીની નજર ચુકવી બે મહિલા અડધા લાખના બુટીયા લઇ ફરાર.

 ત્રીજા નેત્રની કમાલ:ગઢશીશામાં સોનીની નજર ચુકવી બે મહિલા અડધા લાખના બુટીયા લઇ ફરાર. દુકાનના સીસીટીવી કેમેરામાં તસ્કર મહિલા બુટિયા બદલતાં સ્પષ્ટ પણે દેખાઇ બુટીયાનું વજન જોખવાનું કહ્યું, વેપારી હિસાબ કરતા રહ્યા, ને મહિલાએ કળા કરી ગઇ માંડવી તાલુકાના ગઢશીશા ખાતે મેઇન બજારમાં આવેલી સોના ચાંદીની દુકાનમાં ગત 7 ડીસેમ્બરના બપોરે ખરીદી કરવા આવેલી બે અજાણી મહિલાએ વેપારીની નજર ચુકવીને જુના બુટીયા મુકીને નવા બુટીયા અંદાજીત 55 હજારના શેરવીને પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા ગામે મેઇન બજારમાં મસ્જીદ પાસે અશ્વિનકુમાર ગોવરઘનદાન સોનીની સોના ચાંદીની દુકાન ચલાવતા વેપારીને ત્યાં ગત 7 ડીસેમ્બરના બપોરે એક વાગ્યાના અરસામાં તેમની દુકાને બે અજાણી સ્ત્રી આવી હતી અને તેણે સોનાના બુટીયા બતાવવા નું કહેતા સોની વેપારી પોતાની ખાનામાંથી સોનાના બુટીયાઓ સાથેનું બોક્ષ કાઉન્ટર પર રાખ્યું હતું. દરમિયાન એક મહિલાએ બુટીયાની કિંમત અને વજન તપાસવાનું વેપારીને કહ્યું હતું વેપારી બુટીયાનું વજન તપાસીને હિશાબ જોડતા હતા ત્યારે બીજી મહિલાએ પોતાના કાનમાં પહેરેલા બુટીયા ઉતારીને બોક્ષમાંથી નવા બુટીયા કાનમાં પહ

प्रधान मंत्री नरेंद्र मोदी की कच्छ की यात्रा: कच्छ ने पूरे देश को दिखाया है कि वह अपने आप कैसे आत्मनिर्भर बन सकता है।

 प्रधान मंत्री नरेंद्र मोदी की कच्छ की यात्रा: कच्छ ने पूरे देश को दिखाया है कि वह अपने आप कैसे आत्मनिर्भर बन सकता है।  धोर्डो से, प्रधान मंत्री नरेंद्र मोदी ने तीन परियोजनाओं की आधारशिला रखी  कच्छ में देश की तीन महत्वपूर्ण परियोजनाओं के आभासी उद्घाटन के अवसर पर, प्रधान मंत्री मोदी ने कहा कि कच्छ के लोगों ने दुनिया को दिखाया है कि आपदा के बाद अपने स्वयं के संसाधनों और क्षमताओं के साथ आत्मनिर्भर कैसे बनें।  भूकंप के बाद यहां के लोगों की प्रगति दुनिया के लिए अनुकरणीय है।  नरेंद्र मोदी, जो आज कच्छ जा रहे हैं, हमेशा कच्छ भाषा में कहते हैं, "क्या आओ?"  ‘से शुरू किया।  कच्छ में दुनिया के सबसे बड़े हाइब्रिड नवीकरणीय ऊर्जा पार्क की आधारशिला की तुलना सरदार पटेल की पुण्यतिथि पर ऊर्जा के संचार से की गई।  ऊर्जा पार्क से 30,000 मेगावाट ऊर्जा का उत्पादन होगा  कच्छ में 70,000 हेक्टेयर भूमि पर एक अक्षय ऊर्जा पार्क का एक आभासी शिलान्यास किया गया, जो 30,000 मेगावाट ऊर्जा उत्पन्न करेगा।  1 लाख लोगों को मिलेगा रोजगार।  प्रधानमंत्री ने कहा कि इस संयंत्र से 90 मिलियन पेड़ों को लाभ होगा।  मांडवी सं

વ્યસ્તતા:માંડવીના લેખક લેખમાં એવા થયા લીન કે, નવ માસથી રૂમ બહાર નીકળ્યા નથી !

 વ્યસ્તતા:માંડવીના લેખક લેખમાં એવા થયા લીન કે, નવ માસથી રૂમ બહાર નીકળ્યા નથી ! ભીમશી બાપા ત્રણ પુસ્તક બનાવ્યા બાદ ચોથો પુસ્તક આલેખી રહ્યા છ એસી લાગી લગન મીરા હો ગઈ મગન, વોતો ગલી ગલી હરિગુન ગાને લગી, મીરા કૃષ્ણ ભક્તિમાં લિન થયા આવી રીતે લેખક ચારણ સમાજના પુસ્તક બનાવા એવા લીન થયા કે નવ માસ થયા માંડવી ચારણ સમાજ બોર્ડિંગ પરિસર બહાર નીકળ્યા નથી. અનુભવનો ભાથો, મહાન સંત મેકરણ દાદા અને કચ્છના સંત શૂરવીરો ત્રણ પુસ્તકના લેખક હવે ચોથા પુસ્તકના લેખન કાર્ય કરતા 86 વર્ષીય ભીમશીભાઇ કાકુભાઈ બારોટ ચારણ સમાજના ઇતિહાસનો 505 પાનાંનો પુસ્તક બનાવવાનો નિર્ણય લેતા પુસ્તક લેખન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બોર્ડિંગ બહાર નહીં નીકળવાનો મન મનાવી લીધો છે. માંડવી તાલુકાનાં કાઠડા ગામના લેખકે પોતાની યુવાન અવસ્થા મુંબઈમાં 55 વર્ષ સર્વિસ પૂર્ણ કરી પોતાની મરણ મૂડી ચારણ સમાજને અર્પિત કરી 21 વર્ષથી અખિલ કચ્છ ચારણ સમાજમાં મંત્રી પદે રહીને એજ્યુકેશન તેમજ સમાજના ઉત્કર્ષ વિકાસ માટે પોતાનું જીવન સમાજ સમર્પિત કરી દીધું છે. અખિલ કચ્છ ચારણ સમાજ સંચાલિત લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગનો સંચાલન કરતા ભીમશીબાપાના નામે જાણીતા અને એક સારા લેખક

આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે

 આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે ચાણક્ય કોલેજે ‘આત્મ નિર્ભર’ બનવા માટે કરી નવતર પહેલ વૈશ્વિક મહામારી કોરોનાને લઇને જાહેર કરાયેલા લોક ડાઉનને કારણે અનેક ક્ષેત્રે પડેલા આર્થિક ફટકામાંથી દેશને ઉભો કરવા વડા પ્રધાન મોદીએ આત્મ નિર્ભર યોજના અમલમાં મૂકી છે. આ પ્રયાસથી પ્રેરાઇને ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા પણ ચાલુ સાલે પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી કોઇપણ પ્રકારની ફી ન લેવાની નવતર પહેલ કરી છે. ચાર વર્ષનો અભ્યાસ અને 6 માસની તાલીમ સંપન્ન કર્યા બાદ આ કોલેજમાંથી ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવનારે સ્વકમાઇમાંથી ફી ભરવાની રહેશે. પ્રેરક પહેલની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં તક્ષશિલા એજ્યૂકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડીરેક્ટર પંકજ મહેતાએ જણાવ્યું હતું કે, લોક ડાઉન બાદ ફિઝિયોથેરાપી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક અનેક મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાતે આવ્યા હતા પણ આવા છાત્રોને ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યા નડતી હોય તેવું ટ્રસ્ટી મંડળને જણાયું હતું. તો નર્સિંગના અભ્યાસક્રમમાં ઓછી ફી હોવાના કારણે કેટલાકે નાછૂટકે એડમિશન લીધુ

જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

 જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું બંને મિત્રો સાથે જ કડીયા કામ કરતા હતા ત્યારે ભાભી સાથે આંખ મળી ગઇ નગરપાલિકા પાસે ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી દેવાતા યુવકનું મોત આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થયો માંડવીના ગોકુલાવસમાં રહેતા યુવકના પરિણિતા સાથે આડા સબંધ હોવાથી તેના જ મિત્રએ નગરપાલિકાના પાણીના ટાંકા પાસે છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. બનાવ સ્થળે પોલીસ કાફલો ધસી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમજ આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થઇ ગયો હોવાથી તેની અટક કરી આગળની તજવીજ હાથ ધરીહતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, વીનોદ પુનશીભાઇ થારૂ (મહેશ્વરી) (ઉ.વ. 22) રહે. ગોકુલવાસ, માંડવી વાળાની હત્યા તેના જ મિત્ર પરબત કરમશી દનીચાએ ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. માંડવીમાં નગરપાણીના પાણીના ટાંકા પાસે રાત્રે બનેલા આ બનાવથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક અને આરોપી બંને સાથે કડીયા કામ કરતા હતા તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. મૃતકના આરોપીની ભાભી સાથે આડા સબંધ હોવાથી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. પો