મુલાકાત:શાહે સરહદ સમીપે સીમાવર્તી ગામના સરપંચો સાથે કર્યો સંવાદ : ધોરડોમાં સીમા સુરક્ષા દળને બિરદાવ્યું.
મુલાકાત:શાહે સરહદ સમીપે સીમાવર્તી ગામના સરપંચો સાથે કર્યો સંવાદ : ધોરડોમાં સીમા સુરક્ષા દળને બિરદાવ્યું.
બુધવારે રાત્રે બીએસએફના ખાસ એરક્રાફ્ટમાં કચ્છ આવી પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભુજમાં રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે ગુરૂવારે ધોરડો પહોંચેલા ગૃહમંત્રીએ ત્રણ સરહદી જિલ્લાઓના સરપંચો સાથે સંવાદ કર્યો હતો. તેની સાથે દેશભરમાં અમલમાં મૂકાનારા વિકાસોત્સવનો પ્રથમવાર કચ્છથી પ્રારંભ કર્યો હતો.
આ તકે તેમણે સરહદી ગામોના લોકોને સંત્રી તરીકે બિરદાવ્યા હતા. બીએસએફ, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલી પ્રદર્શની નિહાળીને કચ્છની અટપટી ક્રીકો વિશે માહિતી મેળવી હતી. અહીંથી માતાના મઢ પહોંચેલા શાહે આશાપુરાના ચરણોમાં શીશ ઝૂકાવીને વિશેષ પૂજાનો લાભ લીધો હતો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો