સ્કિલ ડેવલપમેન્ટ:177 વિદ્યાર્થિનીઓનું ધો.11થી કોલેજ સુધી આર્થિક મદદ સાથે સ્કિલ ડેવલપમેન્ટ થશે.
ઉદયન કેરની શાલિની ફેલોશિપનું ઇન્ડક્શન યોજાયું
શહેરની ઉદયન કેર સંસ્થા દ્વારા ઉદયન શાલીની ફેલોશીપ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત જરૂરીયાતમંદ વિદ્યાર્થિનીઓને ધો.11થી સ્નાતક થવા સુધીની ફેલોશીપ આપી તેમનું સતત માર્ગદર્શન કરવામાં આવે છે. પરીક્ષા અને મેરિટને આધારે આ વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવે છે. જે માટેની વર્ષ 2020-21ની ધો.11ની બેચની 70 વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી છે. જેમનો ઇન્ડક્શન પ્રોગ્રામ ગત વર્ષની બેચની 107 વિદ્યાર્થિનીઓની હાજરીમાં ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધી વડોદરાની કુલ 177 વિદ્યાર્થિનીઓને આ 5 વર્ષની ફેલોશિપ આપવામાં આવી છે.
આ ફેલોશિપ અંતર્ગત ધો. 10માં 60 ટકા સાથે પાસ થનાર વિદ્યાર્થિનીઓને પસંદ કરી તેમનો રિટર્ન ટેસ્ટ લીધા બાદ તેના મેરિટને આધારે ફેલોશીપ માટે પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેમના સર્વાંગી વિકાસ માટે કોન્ફિડન્સ બિલ્ડીંગ, સ્પોકન ઇંગ્લીશ, કરિયર ગાઇડન્સ, ટાઇમ મેનેજમેન્ટ, ફિઝિકલ ફિટનેસ જેવા વર્કશોપ અને સોશિયલ વર્કની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જ્યારે તેમને તેમના ભણતર માટે 5 વર્ષ સુધી દર વર્ષે 9થી 25 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ પણ આપવામાં આવે છે. ઓનલાઇન ઇન્ડક્શનમાં મુખ્ય અતિથી તરીકે રાજીવ છાબા, એમ.ડી, એમ.જી મોટર, ડો.પારૂલ પટેલ, વી.પી, પારૂલ યુનિવર્સિટી તથા એચ.માધવન, બેસિન મેનેજર, ઓએનજીસીએ હાજર રહી વિદ્યાર્થિનીઓને સંબોધી હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો