કચ્છ પ્રવાસ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં ધોરડો ખાતે ગુરુવારે 158 ગામના 1500 સરપંચો સાથે સંવાદ કરશે.
કચ્છ પ્રવાસ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં ધોરડો ખાતે ગુરુવારે 158 ગામના 1500 સરપંચો સાથે સંવાદ કરશે.
સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા કરાશે
હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે
રાજ્યમાં કચ્છના ધોરડો ખાતે ગુરુવારે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમમાં સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના 1500 સરપંચો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરીને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપશે.આ કાર્યક્રમમાં સરપંચો પણ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરશે. આ કાર્યક્રમમાં કુલ 158 ગામના સરપંચો અને આગેવાનો ભાગ લેશે.
158 ગામના 1500 સરપંચો કાર્યક્રમમાં ભાગ લેશે
સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ ૨૦૨૦ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો, આગેવાનો સહભાગી થશે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકારની અને 40 ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજયો અને 2 કેન્દ્ર શાસિતમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહયા છે.
હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ એનાયત કરાશે
આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં 1638 પ્રોજેકટ હેઠળ રૂ.19375.48 લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં 1002, બનાસકાંઠા જિલ્લામાં 355 અને પાટણ જિલ્લામાં 281 પ્રોજેકટ પૂર્ણ કરાયા છે.ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પ્રદર્શનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો