લોન સસ્તી થઈ:બેંક ઓફ બરોડાએ તમામ અવધિના MCLR લોન દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો, નવા દર ગુરુવારથી લાગુ થશે.
લોન સસ્તી થઈ:બેંક ઓફ બરોડાએ તમામ અવધિના MCLR લોન દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો, નવા દર ગુરુવારથી લાગુ થશે.
1 વર્ષના સમયગાળા માટેના MCLR તમામ કન્ઝ્યુમર માટે બેંચમાર્કનું કામ કરે છે
આ કન્ઝ્યુર લોનમાં ઓટો, રિટેલ, અને હાઉસિંગ લોન આવે છે
બેંક ઓફ બરોડાએ બુધવારે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી. આ ઘટાડો તમામ અવધિ (ટેન્યોર)ની લોનના MCLRમાં કરવામાં આવ્યો છે. સરકારી બેંકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે, MCLRમાં આ ઘટાડો ગુરુવારે 12 નવેમ્બર 2020થી લાગુ થશે.
નવા ઘટાડા બાદ હવે એક વર્ષની લોન માટે MCLR 7.5 ટકા ઘટીને ક્રમશ 7.45 ટકા થઈ ગયો. એક વર્ષના સમયગાળા માટેના MCLR તમામ કન્ઝ્યુમર લોન માટે બેંચમાર્કનું કામ કરે છે. આ કન્ઝ્યુમર લોનમાં ઓટો, રિટેલ અને હાઉસિંગ લોન આવે છે.
આ પણ વાંચોઃ
લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે પેન્શનર્સને ચિંતા કરવાની જરૂર નથી, આ લોકોએ સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર નથી
બેંક ઓફ મહારાષ્ટ્રે ગ્રાહકોને દિવાળી ભેટ આપી, લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો
બધા બેંક અકાઉન્ટને આધાર સાથે લિંક કરવા જરૂરી છે, ઓનલાઈન ચેક કરો તમારું અકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં
ઓવરનાઈટથી 6 મહિના સુધી ટેનરના MCLR ઘટીને 6.60-7.30% પર આવી ગયા
બેંકના જણાવ્યા પ્રમાણે, અન્ય ટેનરમાં ઓવરનાઈટથી 6 મહિનાના સમયગાળાની લોન માટેના MCLR હવે ઘટીને 6.60-7.30 ટકા પર આવી ગયા છે. બપોરે 12.48 વાગે BSE પર બેંક ઓફ બરોડાના શેર 1.66 ટકા ઘટાડાની સાથે 47.40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. બપોર સુધીના વેપારમાં બેંકના શેરો 48.90 રૂપિયાના ટોચ પર અને 46.95 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયા છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો