મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે

 આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે ચાણક્ય કોલેજે ‘આત્મ નિર્ભર’ બનવા માટે કરી નવતર પહેલ વૈશ્વિક મહામારી કોરોનાને લઇને જાહેર કરાયેલા લોક ડાઉનને કારણે અનેક ક્ષેત્રે પડેલા આર્થિક ફટકામાંથી દેશને ઉભો કરવા વડા પ્રધાન મોદીએ આત્મ નિર્ભર યોજના અમલમાં મૂકી છે. આ પ્રયાસથી પ્રેરાઇને ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા પણ ચાલુ સાલે પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી કોઇપણ પ્રકારની ફી ન લેવાની નવતર પહેલ કરી છે. ચાર વર્ષનો અભ્યાસ અને 6 માસની તાલીમ સંપન્ન કર્યા બાદ આ કોલેજમાંથી ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવનારે સ્વકમાઇમાંથી ફી ભરવાની રહેશે. પ્રેરક પહેલની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં તક્ષશિલા એજ્યૂકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડીરેક્ટર પંકજ મહેતાએ જણાવ્યું હતું કે, લોક ડાઉન બાદ ફિઝિયોથેરાપી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક અનેક મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાતે આવ્યા હતા પણ આવા છાત્રોને ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યા નડતી હોય તેવું ટ્રસ્ટી મંડળને જણાયું હતું. તો નર્સિંગના અભ્યાસક્રમમાં ઓછી ફી હોવાના કારણે કેટલાકે નાછૂટકે એડમિશન ...

જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

 જોરુ બની કજિયાની છોરુ:માંડવીમાં આડા સંબંધે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું બંને મિત્રો સાથે જ કડીયા કામ કરતા હતા ત્યારે ભાભી સાથે આંખ મળી ગઇ નગરપાલિકા પાસે ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી દેવાતા યુવકનું મોત આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થયો માંડવીના ગોકુલાવસમાં રહેતા યુવકના પરિણિતા સાથે આડા સબંધ હોવાથી તેના જ મિત્રએ નગરપાલિકાના પાણીના ટાંકા પાસે છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. બનાવ સ્થળે પોલીસ કાફલો ધસી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમજ આરોપી ખુદ લોહી નીંગળતી છરી સાથે પોલીસ સ્ટેશને રજુ થઇ ગયો હોવાથી તેની અટક કરી આગળની તજવીજ હાથ ધરીહતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, વીનોદ પુનશીભાઇ થારૂ (મહેશ્વરી) (ઉ.વ. 22) રહે. ગોકુલવાસ, માંડવી વાળાની હત્યા તેના જ મિત્ર પરબત કરમશી દનીચાએ ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. માંડવીમાં નગરપાણીના પાણીના ટાંકા પાસે રાત્રે બનેલા આ બનાવથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક અને આરોપી બંને સાથે કડીયા કામ કરતા હતા તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. મૃતકના આરોપીની ભાભી સાથે આડા સબંધ હોવાથી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું...

મહાપાપ:નશામાં પિતાએ 8, 5 અને 3 વર્ષના બાળકોને નહેરમાં ફેંક્યા, ઘર આવીને પોતે જ આ વાતની જાણ કરી.

 મહાપાપ:નશામાં પિતાએ 8, 5 અને 3 વર્ષના બાળકોને નહેરમાં ફેંક્યા, ઘર આવીને પોતે જ આ વાતની જાણ કરી. કરનાલના કુંજપુરા ક્ષેત્રમાં સોમવારે રાતે 9.15 વાગ્યે એક જબરજસ્ત ઘટના બની હતી. ગામ નલ્લીપારના રહેનાર એક નિર્દયી પિતાએ ઘરેલું કંકાશ પછી પોતાના જ ત્રણ માસૂમ બાળકોને કલવેહરી અને સુબરી ગામની પાસે આવર્ધન નહેરમાં ફેંકી દીધા. બાળકો જોર-જોરથી રડતા રહ્યાં, જોકે આરોપીને દયા ન આવી. ત્યાં હાજર લોકોએ પણ રોકવાની કોશિશ કરી. જોકે તે ન માન્યો અને બાળકોને ફેંકીને ફરાર થઈ ગયો. બાદમાં ઘરે આવીને જણાવ્યું કે બાળકોને નહેરમાં ફેંકીને આવ્યો છું. આ અંગે માહિતી મળ્યા પછી પોલીસે બાળકોની શોધખોળ હાથધરી. અંધારું થયા પછી મંગળવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. રડવાનો અવાજ સાંભળ્યા પછી લોકો ઘટના સ્થળે પહોંચ્યા, ત્યાં સુધીમાં ફેંકીને ભાગી ગયો નિલ્લાપારનો રહેવાસી સુશીલ શેરડીની લારી કાઢે છે. તેને નશો કરવાની ટેવ છે. તેના કારણે ઘરમાં થોડા-થોડા દિવસોએ ઝધડો થતો રહે છે. સોમવારે સાંજે પણ આ વાતને લઈને તેનો પત્ની સાથે ઝધડો થઈ ગયો. આ કારણે ગુસ્સે ભરાયેલા સુશીલે 8 વર્ષની પુત્રી મીના, 5 વર્ષના પુત્ર દેવ અને 3 વર્ષના પુત્ર જાનીને...

ખાતમુહૂર્ત:દેવપુર(ગઢ)માં વિશલ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત: બાલમંદિર અને વાંચનાલય સંચાલનનું હસ્તાંતર કરાયું

 ખાતમુહૂર્ત:દેવપુર(ગઢ)માં વિશલ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત: બાલમંદિર અને વાંચનાલય સંચાલનનું હસ્તાંતર કરાયું કચ્છ દેવપુર વિશલ માતાજી ગાલા ભાવિક મંડળના નેજા હેઠળ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. ગાલા પરિવાર દ્વારા નૂતન મંદિરનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે દેવપુર નવોદિત મિત્ર મંડળ સંચાલિત બાલમંદિર અને વાંચનાલયના સંચાલનની જવાબદારી કચ્છ દેવપુર ગાલા ભાવિક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટને સોંપાઈ હતી.ટ્રસ્ટના મોભી ધનસુખલાલ જેવતલાલ ગાલાએ પ્રાસંગિક ઉદબોધનમાં માતાજીના ઇતિહાસ પર આછેરી ઝલક આપી હતી. દાતા મંજુલાબેન મુલચંદ નાનજી ગાલા હસ્તે વિશાલ ગાલા (અમદાવાદ)ના સંપૂર્ણ સહયોગથી નવા મંદિરનું નિર્માણ કરાશે. કાર્યક્રમના પ્રારંભે ભગવાન ગોડીજી પાર્શ્વનાથ દેરાસરથી જૈન મહાજન વાડી સુધી સામૈયું નીકળ્યું હતું. હંસાવલીજી મ.સા. ચંદ્રશીલાજી મ.સા.એ માંગલિક સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ચાતુમાસાર્થેએ બિરાજમાન સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે દાતા પરિવાર વતી અવનીબેન અને પારુલબેનના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે લક્ષ્મીચંદ રામજી ગાલા, લક્ષ્મીચંદ જીવરાજ ગાલા, મણિલાલ રવજી ગાલા, તેજશી ...

કોરોના 2.0:કચ્છમાં કોરોનાની બીજી લહેર? : એક ઝાટકે 30 પોઝિટિવ.

 કોરોના 2.0:કચ્છમાં કોરોનાની બીજી લહેર? : એક ઝાટકે 30 પોઝિટિવ. 36 દિવસ પહેલાં 15 ઓક્ટોબરે 31 પોઝિટિવ આવ્યા હતા ઉત્સવ ઉજવવાના ઉમંગમાં સાવચેતી ભુલાતાં કેસ વધ્યા ચાલુ માસના આરંભે કચ્છમાં કોરોનાના દર્દીઓ નોંધપાત્ર રીતે ઘટી રહ્યા હતા તેવામાં દિવાળીના તહેવારો આવતાં ઉજવણીના ઉમંગમાં સામાજિક અંતર અને મોઢે માસ્ક પહેરવા સહિતની સાવચેતી ભુલાઇ હોય તેમ શનિવારે એક ઝાટકે 30 લોકો કોવિડથી સંક્રમિત થયા હતા. ઓછા કેસ વખતે પણ અગ્ર રહેલા ભુજ અને તાલુકાના મળીને 17 દર્દી ચેપી વાયરસની ચપેટમાં આવ્યા હતા. અગાઉ 15 ઓક્ટોબરે 31 પોઝિટિવ કેસ નોંધાયા બાદ તેમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો હતો અને છેલ્લે દિવાળી પૂર્વે તો એક આંકમાં દર્દીઓ નોંધાતા હતા પણ દીપોત્સવ સંપન્ન થતાં જ કોરોનાએ ફુંફાડો માર્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. શનિવારે કચ્છના શહેરોમાં 18 અને ગ્રામ્ય વિસ્તારોના 12 મળીને 30 લોકોના આરટી પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતાં બીજી લહેર શરૂ થાય તેવા એંધાણ મળ્યાં હતાં. વિવિધ સ્થળોએ રેપિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે તેના આંકડા જોડીએ તો કચ્છમાં ચિંતાજનક રીતે હવાથી ફેલાતો રોગ વકર્યો હોવાનું ચિત્ર સપાટીએ...

કચ્છમાં આજે કોરોનાના વધુ 20 કેસઃ જિલ્લામાં માસ ટેસ્ટીંગ- ઘરોઘર સર્વેલન્સ શરૂ

 કચ્છમાં આજે કોરોનાના વધુ 20 કેસઃ જિલ્લામાં માસ ટેસ્ટીંગ- ઘરોઘર સર્વેલન્સ શરૂ તહેવારોની પૂર્ણાહૂતિ અને શિયાળાના પ્રારંભ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. કચ્છમાં પણ એક તબક્કે સિંગલ ડિજીટ પર આવી ગયેલાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આજે જિલ્લામાં વધુ 20 કેસ નોંધાયા છે. અંજાર શહેરમાં 5 અને તાલુકામાં 2 મળી 7 કેસ નોંધાયા છે. નખત્રાણા તાલુકામાં 5 કેસ જ્યારે ભુજ અને ગાંધીધામ શહેરમાં 3-3 કેસ નોંધાયાં છે. મુંદરા તાલુકામાં 2 કેસ નોંધાયાં છે. નવા 20 કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસનો આંકડો 3051 પર પહોંચ્યો છે. જેમાંથી 2736 લોકો સાજા થઈ ગયા છે અને હાલ 198 એક્ટિવ પોઝીટીવ કેસ છે. 71 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. કચ્છમાં માસ ટેસ્ટીંગ અને સર્વેલન્સ શરૂ કરાયું રાજ્યના અન્ય જિલ્લા-શહેરોમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કચ્છમાં પણ માસ ટેસ્ટીંગ અને હોટ સ્પોટ એરીયામાં સર્વેલન્સ વધારાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નરે દૈનિક અઢી હજાર ટેસ્ટ કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હોવાનું જણાવ્યું છે. જિલ્લામથક ભુજમાં આજે વિવિધ વિસ્તારોમાં ડૉર ટૂ ડૉર સર્વે કરાયો હતો અ...

આતુરતાનો અંત!:ટૂંક સમયમાં ભારતમાં PUBGની વાપસી થશે, કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું

 આતુરતાનો અંત!:ટૂંક સમયમાં ભારતમાં PUBGની વાપસી થશે, કંપનીએ સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રિલીઝ કર્યું. TapTap સ્ટોર પર નવી PUBG ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થયું ટૂંક સમયમાં ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે ગયા અઠવાડિયે PUBG કોર્પોરેશને જાહેરાત કરી હતી કે PUBG મોબાઈલ ગેમ ટૂંક સમયમાં ભારતમાં વાપસી કરશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય(MEITY) દ્વારા ભારતમાં આ ગેમ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડેવલપર્સે ગેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ટીઝર પોસ્ટ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓલ ન્યૂ PUBG મોબાઈલ ભારતમાં આવી રહી છે, તમારા તમામ મિત્રો સાથે તેને શેર કરો!’ રજિસ્ટ્રેશન શરૂ થયું તેમજ એક નવા ડેવલપમેન્ટમા જણાવ્યા પ્રમાણે, ગેમ ટૂંક સમયમાં આવી શકે છે. ટોક એસ્પોર્ટ્સના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, નવી PUBG મોબાઈલ ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન ટેપટેપ (TapTap) સ્ટોર પર ઉપલબ્ધ છે. પ્રી-રજિસ્ટ્રેશન ios અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તમારે PUBG મોબાઈલ ઈન્ડિયા માટે રજિસ્ટ્રેશન કરવા માટે ટેપટેપ કમ્યુનિટીન...