વ્યસ્તતા:માંડવીના લેખક લેખમાં એવા થયા લીન કે, નવ માસથી રૂમ બહાર નીકળ્યા નથી !
ભીમશી બાપા ત્રણ પુસ્તક બનાવ્યા બાદ ચોથો પુસ્તક આલેખી રહ્યા છ
એસી લાગી લગન મીરા હો ગઈ મગન, વોતો ગલી ગલી હરિગુન ગાને લગી, મીરા કૃષ્ણ ભક્તિમાં લિન થયા આવી રીતે લેખક ચારણ સમાજના પુસ્તક બનાવા એવા લીન થયા કે નવ માસ થયા માંડવી ચારણ સમાજ બોર્ડિંગ પરિસર બહાર નીકળ્યા નથી.
અનુભવનો ભાથો, મહાન સંત મેકરણ દાદા અને કચ્છના સંત શૂરવીરો ત્રણ પુસ્તકના લેખક હવે ચોથા પુસ્તકના લેખન કાર્ય કરતા 86 વર્ષીય ભીમશીભાઇ કાકુભાઈ બારોટ ચારણ સમાજના ઇતિહાસનો 505 પાનાંનો પુસ્તક બનાવવાનો નિર્ણય લેતા પુસ્તક લેખન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બોર્ડિંગ બહાર નહીં નીકળવાનો મન મનાવી લીધો છે. માંડવી તાલુકાનાં કાઠડા ગામના લેખકે પોતાની યુવાન અવસ્થા મુંબઈમાં 55 વર્ષ સર્વિસ પૂર્ણ કરી પોતાની મરણ મૂડી ચારણ સમાજને અર્પિત કરી 21 વર્ષથી અખિલ કચ્છ ચારણ સમાજમાં મંત્રી પદે રહીને એજ્યુકેશન તેમજ સમાજના ઉત્કર્ષ વિકાસ માટે પોતાનું જીવન સમાજ સમર્પિત કરી દીધું છે.
અખિલ કચ્છ ચારણ સમાજ સંચાલિત લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગનો સંચાલન કરતા ભીમશીબાપાના નામે જાણીતા અને એક સારા લેખક હોવાથી “ચારણ સમાજ ઇતિહાસ” પુસ્તક બનાવાની ઈચ્છા અખિલ કચ્છના અધ્યક્ષ વિજયભાઈ ગઢવી સમક્ષ રજૂ કરી પુસ્તકના બનાવાના કાર્યમાં લીન થતા ચારણ બોર્ડિંગની બહાર જવાનો મન થતું નથી એવું દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કહ્યું હતું.
86 વર્ષના યુવાન બાપાને ચશ્માના નંબર નથી !
લેખન વાંચન અને સોનલ માતાજીની ભક્તિ કરતા 86 વર્ષીય યુવાન ભીમશીબાપાને ચશ્માં નંબર આવ્યા નથી. દૈનિક પોતાનો રોજિંદો કાર્ય પોતે જ કરી રહ્યા છે. અત્યાર સુધી શરીરમાં એક પણ રોગે પ્રવેશ કર્યો નથી તથા કોઈપણ જાતનું વ્યસન કરતા નથી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો